મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
મોબાઇલ ચોર પકડાયો.
વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પોલીસે પાડા પુલ નીચેથી ઝડપી લઈને ચોરીનો મોબાઈલ રિકવર કરી વધુ તપાસ ચલાવી છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન વાંકાનેર મિલ પ્લોટ ફાટક પાસેથી મોબાઈલ ચોરી કરનાર શખ્સને પાડા પુલ નીચે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાડા પુલ નીચે તપાસ કરતા આરોપી રણજીત જેરામ માલણીયાત (રહે. શાપર)ને ઝડપી લીધો હતો. જે આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા તે મોબાઈલ બાબતે ચેક કરતા મોબાઈલ વાંકાનેર સીટી મિલ પ્લોટ ફાટક પાસે ફળિયામાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. તો અન્ય આરોપી રાહુલ જેરામ માલણીયાત (રહે. હાલ પાડા પુલ નીચે મોરબી (મૂળ રહે. શાપર)નું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. ઝડપાયેલ આરોપી અને તેનો ભાઈ બંને દિવસ દરમિયાન રેઢા મકાન કે ફળિયામાં પડેલ મોબાઈલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં સાપ કરડતાં પાંચ વર્ષની બાળકીનું મોત
વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પંચાસીયા ગામની સીમમાં રહીને મજુરી કરતા જયંતીભાઈ ફાંકલીયાની પાંચ વર્ષની દીકરી સુહોનીને ગામની સીમમાં સાપ કરડતા બાળકીનું મોત થયું હતું. જેથી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.