પાટણ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ તાલુકાના માતરવાડી ગામનાં હરીહર જવાનાં રોડેથી પોલીસે એક ઈકો ગાડી જપ્ત કરી હતી. આ ગાડીનો ચાલક પોલીસને જોઈને ગાડી મુકીને નાસી ગયો હતો. પોલીસે આ ગાડી કબજે કરી હતી. આ ઈકો ગાડીને બે વર્ષ પહેલા ઉંઝા ખાતેથી ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ એલ.સી.બી. પોલીસ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, રાજસ્થાનનાં સાચોરનાં અરણઈ ગામનો રહીશ અને વાહન ચોરીઓનો લીડર સૈતાનસિંહ ગોદારા નામનો માણસ ઉઝા ખાતેથી બે વર્ષ પૂર્વે ચોરેલી એક ઈકો ગાડી નં.જી.જે.02-સીએલ-3203 લઈને તે પાટણ થઈને સિધ્ધપુર તરફ જવાનો છે અને તે પાટણનાં માતરવાડી હરીહર મહાદેવનાં મંદિરનાં રસ્તે થઈને ચોરી કરવા માટે નિકળવાનો તે આધારે પોલીસ વાહન ચેકીંગ કરતી હતી ત્યારે દુરથી આ ગાડીનો ચાલક પોલીસને જોઈ જતાં તે આ ગાડીને મુકીને નાસી ગયો હતો. પોલીસે રૂ. ત્રણ લાખની ઈકો ગાડીને કબજે કરી હતી.