ડાંગ (આહવા)6 કલાક પહેલા
- કૉપી લિંક
ડાંગ જિલ્લાના ઘટાદાર જંગલોમાં વીશાળ કરોળિયાના જાળાનો સામ્રાજ્ય પાથરી શિકાર સાથે જીવન જીવતા વિવિધ જાતના કરોળિયાની પ્રજાતી નિહાળવાનો કેટલાક પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ લ્હાવો ઉઠાવતા હોય છે. ચારેય તરફ રેશમી જાળીદાર અને વચ્ચોવચ x આકારનો પોતાનો અંગ મુજબની આકૃતિ સાથે “સિગ્નેચર સ્પાઇડર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ તેમના ઓર્બ વેબમાં બનાવેલી ચાર જાડી ઝીગ-ઝેગ રેશમ રેખાઓ છે. એવું માનવામાં આવે છે કે, આ રેખાઓ પક્ષીઓ અને મોટા જંતુઓને આકસ્મિક રીતે તેમના જાળાના નાશ કરતા અટકાવવા માટે બનાવવામાં આવી હોય છે.
તેઓ પાન અથવા અન્ય છોડની સામગ્રીને ફોલ્ડ કરીને વેબની નજીક માળો અથવા ‘એકાંત’ પણ બનાવે છે. જ્યારે ખલેલ પહોંચે ત્યારે તેમાં આશરો લે છે. તેમની દ્રષ્ટિ નબળી હોય છે અને ફસાયેલા શિકાર વેબ થ્રેડોના સ્પંદનો દ્વારા ગ્રહણ કરે છે. પકડાયેલા શિકારને આગળના પગની મદદથી ફેરવવામાં આવે છે. જ્યારે અન્ય પગ પીડિતને રેશમમાં બાંધવા માટે સ્પિનરેટ માંથી રેશમની સેર ખેંચવામાં મદદ કરે છે. કરોળિયાની ઘણી પ્રજાતિઓમાં માદા અને નરના કદ વચ્ચે નોંધપાત્ર તફાવત હોય છે. નર માદા કરતા ઘણા નાના હોય છે. નેફીલા મેક્યુલાટા અથવા જાયન્ટ વુડ સ્પાઇડરનું ડોર્શલ વ્યૂં તે ગાઢ જંગલના તોતિંગ વૃક્ષોની વચ્ચે ઊંચાઈ પર 1.5 મીટરની સૌથી મોટી ઓર્બ વેબ બનાવે છે. તે નાના પક્ષીઓ અને મોટા જંતુઓનો શિકાર કરવા સક્ષમ માનવામાં આવે છે.
સાયટોફોરા સિકાટ્રોસાનું ગુંબજ આકારનું વેબ સ્પષ્ટ પણે દેખાય છે. જે કરોળિયા દ્વારા વેબ નિર્માણમાં સર્વોચ્ચ તકનીકી સિદ્ધિનું ઉદાહરણ માનવામાં આવે છે. આમ ડાંગ જિલ્લામાં જળ, જંગલ, જમીન પર કરોળિયાની અનેક પ્રજાતિનો દબદબો જોવા મળે છે. આ સાથે જ દુર્લભ વનસ્પતિઓનો ભંડારો ધરબાયેલો હોય અહીં જીવ વિજ્ઞાનીઓ સહિત વનસ્પતિશાસ્ત્રોના અભ્યાસુ માટે આશીર્વાદરૂપ સ્થળ સાબિત થઈ રહ્યું છે. એનિમલ સેવિંગ ગ્રુપના સભ્ય શૈલેષ પટેલ એ જણાવ્યું હતું કે, દક્ષિણ ડાંગ વન વિભાગના નેશનલ પાર્કમાં સૌથી ઝેરી ગણાતો ઇન્ડિયન ટેરેન્ટુલા સ્પાયડર વર્ષ 2008/9માં જોવા મળ્યા હતા. તેની સાથે અનેક કરોળિયાની પ્રજાતિ અહીં જોવા મળે છે.