સીંગવડ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતી પરિણીતા પર શંકા રાખી ત્રાસ ગુજાર્યો, બીજી પત્ની લાવવા મારી નાખવાની ધમકીઓ આપતા ફરિયાદ | A married woman working as a talati in Singwad taluka was tortured on suspicion, a complaint was made threatening to kill her to bring another wife. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Married Woman Working As A Talati In Singwad Taluka Was Tortured On Suspicion, A Complaint Was Made Threatening To Kill Her To Bring Another Wife.

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના સંજેલીમાં તલાટી તરીકે ફરજ બજાવતી પરિણીતા પર તેનો પતિ ચારિત્ર્ય સંબંધી શંકા રાખી ત્રાસ ગુજારતો હતો. ત્રસ્ત પરિણીતાએ છેવટે પતિ સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
‘તું વગર ટાઈમે આવે જાય છે, તારે છોકરો નથી’ કહી ત્રાસ ગુજાર્યો
તલાટી કમમંત્રી તરીકે ફરજ બજાવતી સીંગવડ તાલુકાના સંજેલી ગામની યુવતીના લગ્ન એક યુવક સાથે થયેલા છે. ગત વર્ષ 2020ના જાન્યુઆરી માસથી લઇને આજદીન સુધી તેના પતિએ ‘તું વગર ટાઇમે નોકરી જાય છે અને વગર ટાઈમે આવે છે’ તેમ કહી ખોટી રીતે તેના ઉપર ચારિત્ર્ય સંબંધી ખોટો શક કરતો હતો. આક્ષેપો મુકી ગાળો બોલી મારઝુડ કરી મારે બીજી પત્ની લાવવી છે, તારે વસ્તારમાં છોકરો નથી, તું મને છુટાછેડા આપી દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
​​​​​​​ઘરમાંથી કાઢી મુકતા પરિણીતા પિયરમા રહેવા મજબુર બની
​​​​​​​પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતા પરિણીતા સીંગવડ ગામે પોતાના પિયરમાં જતી રહી હતી. જેથી આ સંબંધે હાલ સીંગવડ ગામે રહેતી પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ રંધીકપુર પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.