જૂનાગઢના ઉપરકોટમાં ધાર્મિક સ્થાનકો હટાવવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, કોર્ટે સરકાર, મહાનગરપાલિકા અને કલેક્ટરને નોટિસ ફટકારી | The matter of removal of religious places in Uparkot of Junagadh reached the High Court, the court issued notice to the government, the municipality and the collector. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Matter Of Removal Of Religious Places In Uparkot Of Junagadh Reached The High Court, The Court Issued Notice To The Government, The Municipality And The Collector.

26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢમાં ઉપરકોટના નવીનીકરણ અંતર્ગત પ્રાચીન દરગાહો, મંદિરો અને કબરો ન હટાવવાના નિર્દેશની માંગ કરતી અરજી હાઇકોર્ટ પહોંચી છે. જૂનાગઢ મહાનગર પાલિકાએ ધાર્મિક આગેવાનો સાથે બેઠક યોજીને આ ધાર્મિક સ્થાનકોનો કબજો પોતાને સોંપવા માંગ કરી છે જેનો વિરોધ અરજદારે કર્યો છે. આ રિટ પિટિશન પર હાઈકોર્ટે સરકાર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ આપી છે.

મુસ્લિમ સમાજ દ્વારા હાઇકોર્ટમાં અરજી
જૂનાગઢના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના નવીનીકરણ પ્રોજેકટમાં કેટલાક ધાર્મિક સ્થાનોને દૂર કરી દેવાયા છે. ઉપરકોટનો કિલ્લો ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ સ્થાનકો પણ ઐતિહાસિક અને ધાર્મિકતા સાથે જોડાયેલા છે તેને તોડવા જોઈએ નહીં.

25 જુલાઈના રોજ વધુ સુનાવણી
ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના નવીનીકરણમાં અરજદાર દ્વારા સ્થાનિક કલેકટર અને પુરાતત્વ વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમ છત્તા આ બાબત ધ્યાને લેવાઈ નથી. સમસ્ત મુસ્લિમ સમાજની અરજી પર 25 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામા આવશે.