વલસાડ36 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાઘલધરા હાઇવે ઉપર વાહન ચેકીંગ કારમ્યાન એક કારમાંથી 58.36 ગ્રામ MDMA ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીએ વલસાડની સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા બીજી વખત જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ સેશન્સ કોન્ટના જજ પ્રકાશ કુમાર પટેલે આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડ તાલુકાના વાઘલધરા ચેકપોસ્ટ ઉપર 1લી સપ્ટેમ્બર 2021ના રોજ મુંબઈ તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા જે દરમ્યાન મુંબઈ તરફથી આવતી એક કાર ન. GJ-06-DQ-8479ને અટકાવી રોડની સાઈડ ઉપર લેવડાવી રહ્યા હતા. જે દરમ્યાન કારમાં પાછળની સીટ ઉપર બેસેલો યુવક ભગવા જવતા પોલીસને તે ઈસમ પાસે ગુનાહિત વસ્તુ હોવાની શંકા જતા તે ઈસમને પકડી ચેક કરતા તેની પાસેથી 58.36 ગ્રામ MDMAનો જથ્થો મળી આવ્યો હતો. ડુંગરી પોલીસે 5.83 લાખનો ડ્રગ્સનો જથ્થો, 3 મોબાઈલ અને કાર તેમજ રોકડા મળી કુલ 7.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી મજીદ ઇસ્માઇલ દરજીદાનીએ જેલમાંથી મુક્ત થવા વલસાડની સેશન્સ કોર્ટમાં બીજી વખતના જામીન અરજી રજૂ કર્યા હતા. તે જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર પટેલે આરોપી મજીદ ઇસ્માઇલ દરજીદાની બીજી વખતના જામીન અરજી નામંજૂર કર્યા હતા.