ગોધરામાં મુસ્લિમ સમાજના ઉત્થાન સમિતિ સંઘ દ્વારા બેઠક યોજાઈ; મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા | A meeting was held by the Muslim Samaj Upliftment Committee Sangh in Godhra; A large number of people from the Muslim community were present | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Meeting Was Held By The Muslim Samaj Upliftment Committee Sangh In Godhra; A Large Number Of People From The Muslim Community Were Present

પંચમહાલ (ગોધરા)40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરમાં આવેલ પોલન બજાર ખાતે પસમાનદા મુસ્લિમ સમાજના ઉત્થાન સમિતિ સંઘ દ્વારા પંચમહાલ જિલ્લાના છેવાડાના સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક વ્યવસાયિક અને ગરીબ શોષિત પીડિત વંચિતોમાં વિકાસ, ઉન્નતિ, પ્રગતિ થાય તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

પોલનબજાર ખાતે પસમાનદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ દ્વારા રાષ્ટ્રી મુખ્ય સંરક્ષક અને રાષ્ટ્રીય હજ કમિટી ના ડાયરેકટર ઈરફાન અહમદ રાજ્યના અધ્યક્ષ સુલેમાન ગઢિયા , પ્રદેશ ઉપાધ્યક્ષ રમજા જુજારા અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાના છેવાડાના શોષીત, વંચિત, પીડિત તેમજ મુસ્લિમ સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક વ્યવસાયિક રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગોધરામાં આવેલા સીમલા ગેરેજ જે ગુજરાતનું સૌથી મોટું ઓટો હબ ગણવામાં આવે છે. ત્યારે આ ઓટો હબનું વધું વિકાસ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી અને આ સિવાય હજમાં જનારા જે લોકો છે તેમને પડી રહેલી વિપદા વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને મુસ્લિમ સમાજમાં શિક્ષણ સ્તર સુધરે તે માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પોલનબજાર ખાતે પસમાનદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રી મુખ્ય સંરક્ષક અને રાષ્ટ્રીય હજ કમિટીના ડાયરેક્ટર ઈરફાન અહમદ, રાજ્યના અધ્યક્ષ સુલેમાન ગઢિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ રમજા જુજારા તેમજ જિલ્લા અધ્યક્ષ અલ્તાફ હયાત, મહામંત્રી ઓવેશ કલંદર, મુરતુજા ભીખાપુરવાલા, રાજેશજી, દાહોદના અધ્યક્ષ એહમદભાઈ ચાંદ, ઇરફાનભાઈ, અતિથિ વિશેષ ફિરદૌસ કોઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Previous Post Next Post