Saturday, May 6, 2023

સાયલા ખાતે કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ | A meeting was held with officials of the irrigation department at Saila under the chairmanship of Kunvarjibhai Bavlia | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મામલતદાર કચેરી, સાયલા ખાતે સિંચાઈ અને સૌની વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ સિંચાઈ અને સૌની વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓની ચાલી રહેલી કામગીરી અને આયોજન સંદર્ભે વિગતવાર માહિતી મેળવતા વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.

જેમાં બેઠક બાદ મંત્રીએ સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર એચ.યુ.કલ્યાણી, અધિક્ષક ઇજનેર કે.એચ. મહેતા, કાર્યપાલક ઇજનેર સી.એમ. ભોજાણી, નાયબ કાર્યપાલક ઈજનેર ગૌરાંગ પંચાલ, આકાશ પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના લિંક-4B પેકેજ-7 ધોળીધજા જળાશયથી મોરસલ જળાશય પાઇપલાઇન અંતર્ગત એફ.પી.એસ-2 ગોસળ પંપીંગ સ્ટેશન અને થોરિયાળી ડેમ સહિતના સ્થળોની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

વધુમાં મંત્રીએ સૌની યોજના લિંક-4B પેકેજ-7 અંતર્ગત પાથરવામાં આવેલી પાઇપલાઇન વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. એફ.પી.એસ-2 ગોસળ પંપીંગ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકિદ કરી હતી. લીંબડીના વડોદ ડેમથી થોરિયાળી ડેમમાં પાણી પહોંચડાવા અને થોરિયાળી ડેમથી અડાળા સુધી લાઈન નાંખવા સહિતનાં આયોજનની શક્યતાઓ અને તેનાં પરિણામે આસપાસના ગામોમાં સિંચાઈની સુવિધા સંદર્ભે લાભની શક્યતાઓ બાબતે વિસ્તૃત ચર્ચા મંત્રીએ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના લિંક-4B પેકેજ-7 ધોળીધજા જળાશયથી મોરસલ જળાશય પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા તથા ચોટીલા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટમાં 47 કિ.મી પાઇપલાઇન તથા બે પંપીંગ સ્ટેશન (એફ.પી.એસ-1 શેખપર ગામ, તા.મુળી તથા એફ.પી.એસ-2 ગોસળ ગામ, તા.સાયલા ) બનાવવાની કામગીરી ચાલુ છે. આ પાઇપલાઇન પ્રોજેક્ટથી લિંબડી ભોગાવો-1(થોરિયાળી ડેમ) તથા મોરસલ ડેમને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ તકે પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, સાયલા મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.