દાહોદના સ્ટેશન રોડ પર સતત બીજા દિવસે મેગા ડીમોલીશન યથાવત, ગેરકાયદે ખડકી દેવાયેલા શોપિંગ સેન્ટરોને જમીનદોસ્ત કરાયા | Mega demolition continues for second consecutive day on Dahod's Station Road, illegally demolished shopping centers razed | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Mega Demolition Continues For Second Consecutive Day On Dahod’s Station Road, Illegally Demolished Shopping Centers Razed

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં બીજા દિવસે પણ મેગા ડીમોલીશન ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી છે. શહેરના સ્ટેશન રોડ પર જેસીબી મશીનોની જાણે ફોજ ખડકાઇ ગઇ હોય તેમ ચારે બાજુથી મસ મોટા શોપીંગ સેન્ટરો તોડવાનુ કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે.કેટલાક શોપીંગ સેન્ટર કાયદેસરના હોવાની દાવોો કરવામાં આવી રહ્યો છે ત્યારે કેટલીક દુકાનોના માત્ર ઝુકાટ જ તોડવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે પરંતુ તંત્ર શું નિર્ણય લેશે તેના પર વેપાારીઓની મીટ મંડાયેલી છે.

કેટલાક વિસ્તારોમાં ઝુકાટ મામલે વિસંગતતા
સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાના હોઇ મુખ્યત્વે રોડ પહોળા કરવા માટે મેગા ડીમોલીશન ડ્રાઇવ શરુ કરવામાં આવી છે.જેમાં ગુરુવારે પાલિકા ચોકથી માણેક ચોક સુધીના દબાણો દુર કરવામાં આવ્યા હતા.જેમાં આશરે 40 જેટલી દુકાનોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત પડાવ તેમજ નેતાજી બજારમાં ઓટલા,પગથિયા અને ઝુકાટ પણ તેડી પાડવામાં આવ્યા છે.ઘણેે ઠેકાણે નાગરિકોને જાતે જ જબાણો દુર કરવા કડક સુચના આપવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ઝુકાટ બાબતે વિસંગતતાઓ પણ પ્રવર્તિ રહી છે અને લોકોના મનમાં કેટલાક પ્રશ્નો પણ ઉભા થયેલા છે.

જૂની પેઢીને જૂનુ દાહોદ યાદ આવી જશે
બીજી તરફ ત્રીજા રાઉન્ડમાં સ્ટેશન રોડ પર દબાણ હટાવ કામગીરી શરુ કરવામાં આવી છે.જેમાં જેસીબી અને હીટાચી મળી 12 જેટલા મશીનો કામે લગાડવામાં આવ્યા છે.જેથી કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય.આમ સ્ટેશન રોડ પર જ્યાં દેખો ત્યાં તોડફોડ જ દેખાઇ રહી છે અને કાટમાળના ઢગલા ખડકાઇ ગયા છે.ગઇ કાલે પાલિકા વિસ્તારમાં દબાણો તોડ્યા પછી સ્ટેશન રોડ પર મોટા ભાગના વેપારીઓએ જાતે જ દુકાનો ખાલી કરી દીધી હતી.જેથી કોઇ અફરા તફરીનો માહોલ સર્જાયો નથી.જો કે વેપારી આલમમાં અજંપા સાથે ચિંતાનુ વાતાવરણ સ્વાભાવિક રીતે જ સર્જાયેલુ છે ત્યારે આજે જ્યારે સમગ્ર સ્ટેશન રોડ પરના દબાણો હટાવી દેવામાં આવશે તો જૂની પેઢીના જે લોકો જિવિત છે તેમજ સીનીયર સીટીઝન્સને જૂનુ દાહોદ યાદ આવશે તે નિશ્ચિત છે.

સાત જેટલા શોપીંગ સેન્ટરો પર સરકારી હથોડો ફરી વળ્યો
સ્ટેશન રોડ પર સાત જેટલા શોપીંગ સેન્ટર પર સરકારી હથોડો ફરી વળ્યો છે તો બાકીના શોોપીંગ સેન્ટરોના ઝુકાટ તોડવાની કામગીરી ચાલી રહી છે.જેથી કેટલાયે પરિવારોના ભરણ પોોષણનો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે વિકાસની ગતિની સાથે તંત્ર દ્રારા પુનઃસ્થાપનની પ્રક્રિયા પણ ઝડપી બને તેવુ અસરગ્રસ્તો ઇચ્છી રહ્યા છે અને અન્ય શહેરીજનો પણ તેવા મતમાં છે.કારણ કે સ્માર્ટ રોડ પણ આધુનિક વિકસિત દાહોદની માંગ છે પરંતુ તેની સાથે શહેરનોો આર્થિક વિકાસ પણ એટલો જ જરુરી છે અને વિસ્થાપિત થયેલા વેપારીઓની વૈકલ્પિક વ્યવસ્થા પણ એટલી જ મહત્વની છે.

અસરગ્રસ્તોનોનો એક જ પ્રશ્ન, હવે શું?
દબાણ હટાવ કામગીરી હવે સર્વ સ્વીકૃત થઇ ચુકી છે અને દરેક વ્યયક્તિએ સમજી લીછુ છે કે દબાણ હશે તો તૂટવાનુ જ છે.ત્યારે નગર પાલિકાના શોપીંગ સેન્ટરોમાં જે વેપારીઓએ ધંધો કરતા હતા તેઓનો એક જ પ્રશ્ન છે કે હવે શું થશે.ત્યારે એમ પણ જાણવા મળ્યુ છે કે જવાબદારો દ્રારા ા બાબતની સમીક્ષા પણ શરુ કરવામાં આવી છે અને તજજ્ઞો સાથે તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. નિયમોનુસાર વહેલામાં વહેલી તકે વૈક્લપિક વ્યવસ્થા ઉભી કરવા માટે શું કવાયત કરવી પડે તે દિશામાં પ્રયત્નો શરુ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે.

Previous Post Next Post