- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Messages Against Pradeep Trivedi, Ashok Dangar And Mahesh Rajput Of Being ‘BJP Brokers’ Go Viral, Leaders Call The Allegations Baseless
રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક

એક તરફ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે જીત મેળવી છે તો બીજી તરફ આજે રાજકોટ શહેર કોંગ્રેસના વોટસએપ ગ્રુપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વોટસએપ ગ્રુપમાં ભરત આહીર નામના શખ્સે કોંગ્રેસના ત્રણ નેતાઓને સંબોધી કેટલાક મેસેજ કર્યા છે જેમાં કોંગ્રેસ નેતા પ્રદીપ ત્રિવેદી, પૂર્વ મેયર અશોક ડાંગર અને મહેશ રાજપૂત વિરુધ્ધ મેસેજ લખ્યા છે. આ ત્રણ નેતાઓએ કોંગ્રેસમાં કોને કેટલા રૂપિયામાં ટિકિટ વહેંચી તેનો છેલ્લા 20 વર્ષનો મારી પાસે હિસાબ છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, જેની સામે આક્ષેપ થયા છે તમામ નેતાઓએ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે અને આગામી દિવસોમાં આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવાની તૈયારી પણ દાખવી છે.

વાઇરલ વોટ્સએપ મેસેજ
કેટલા રૂપિયા લઈને કોને કોને ટિકિટ આપી
રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હોવાનું વધુ એક વખત ફલિત થયું છે અને એ પણ સોશિયલ મીડિયામાં આ વોર સામે આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના નેતા અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશવંતસિહ ભટ્ટીએ બનાવેલા ફ્રેન્ડ ઓફ જે.આર.ભટ્ટી નામના વોટસ અપ ગ્રુપમાં કાર્યકર ભરત આહીરે બેફામ ગાળાગાળી કરીને એવુ લખ્યુ છે કેનપ્રદીપ ત્રિવેદીઅશોક ડાંગર અને મહેશ રાજપૂત તમે ત્રણેય (અપશબ્દ) કોંગ્રેસને વેચી મારી છે. આ ત્રણેય ભાજપના દલાલ છે. ચૂંટણી લડવા કેટલા રૂપિયા લઈને કોને કોને ટિકિટ આપી તેનો મારી પાસે 20 વર્ષનો હિસાબ છે!

કાર્યકર ભરત આહીર
‘હું નિષ્ઠાપૂર્વક કોંગ્રેસમાં ફરજ નિભાવું છું’
શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક ડુંગરે જણાવ્યું હતુ કે, મારા વિરુધ્ધ નામ જોગ પોસ્ટ મુકવામા આવે છે એ મને ખબર છે પણ તેનાથી મને એટલા માટે કંઇ ફરક નથી પડતો કે, હું નિષ્ઠાપૂર્વક કોંગ્રેસમાં ફરજ નિભાવું છું. ભરત આહીરને ગત મનપાની ચૂંટણી લડવી હતી પરંતુ તેમની ઈચ્છા પુરી ન થતા અમને ઉશ્કેરવા પ્રયાસ કરે છે અમે તેને કઇ રિસ્પોન્સ જ આપતા નથી.

પૂર્વ મેયર અશોક ડાંગર
કોંગ્રેસના આગેવાનોને નામજોગ નિશાન બનાવે છે
જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીના પણ નામજોગ અપશબ્દ ભાંડતી પોસ્ટ વાઇરલ કરવામાં આવી હોય આ અંગે પ્રદીપભાઈએ જણાવ્યું હતુ કે, ગત મનપાની ચૂંટણીમાં ભરત આહીરે ફોર્મ ભર્યું હતું, પરંતુ ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થયું હતું. મેન્ડેટ ન મળતા ચૂંટણી લડી શક્યો ન હતો માટે ત્યારથી તે શહેર કોંગ્રેસના આગેવાનોને નામજોગ નિશાન બનાવી રહ્યો છે. જરૂર જણાયે સાયબર ક્રાઇમ પોલીસમાં કાયદાકીય લડત પણ લડીશું.

કોંગ્રેસ નેતા પ્રદીપ ત્રિવેદી
સંગઠનમાં એક સંધાય ત્યા તેર તૂટે જેવી સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, ભરત આહીરની ફરતી થયેલી આ પોસ્ટ તેમની આંતરિક તકરાર છે કે, પછી સાચો બળાપો હોય પરંતુ એક વાત નક્કી છે કે સોશિયલ મીડિયામાં મુકાતી આ પોસ્ટથી હાલ તો કોંગ્રેસની આબરૂનું ધોવાણ થયું છે અને રાજકોટ કોંગ્રેસ સંગઠનમાં એક સંધાય ત્યા તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહેશ રાજપૂત