Header Ads

ઝાલોદના આધેડને ભેજાબાજોએ તેમનો જ ન્યૂડ ફોટો બતાવી બ્લેકમેલ કર્યા, વાયરલ કરવાની ધમકી આપી ઓનલાઈન નાણા પડાવી લીધા | A middle-aged man from Jhalod was blackmailed by showing his nude photo, threatened to make it viral and extorted money online. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Middle aged Man From Jhalod Was Blackmailed By Showing His Nude Photo, Threatened To Make It Viral And Extorted Money Online.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ચાર જેટલા ભેજાબાજોએ એકબીજાના મેળાપીપણામાં ઝાલોદ તાલુકાના પડી મહુડી ગામના 46 વર્ષીય આધેડને વોટ્‌સએપથી વીડીયો કોલ કરી ન્યુડ ફોટા બનાવી મોકલી આપી વાયરલ કરવાની ધમકી આપી હતી. આધેડ પાસેથી રૂા. 21,499 બળજબરીપુર્વકથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી
ગત તા.6 જાનયુઆરી 2023ના રોજના સાંજના સાડા સાત વાગ્યાથી તારીખ 10 જાન્યુઆરી 2023 દરમ્યાન મોબાઈલ નંબર પરથી ઝાલોદ તાલુકાના પડી મહુડી ગામના 46 વર્ષીય રમેશભાઈ ફુલાભાઈ કલારાને વીડીયો કોલ કરી તેમનો ન્યુડ ફોટો બનાવી તે ન્યુડ ફોટો રમેશભાઈ ભુરાભાઈ કલારાને મોકલી આપી વાયરલ કરવાની ધમકી આપી હતી.
​​​​​​​જુદા જુદા નંબરો પર ફોન કર્યા
બ્લેકમેલ કરી એક મોબાઈલ નંબર પરથી દિલ્હી પોલીસ વિક્રમ ગોસ્વામી બોલુ છું તેમ જણાવ્યું હતું અને બીજો નંબર આપ્યો હતો. જ્યારે અન્ય એક ફોન પરથી ફોન કરી યુ ટ્યુબમાંથી તૃષાર શર્મા બોલુ છું, તેમ કહ્યુ હતું.અન્ય એક નંબર આપી એકબીજાના મેળાપીપણામાં રમેશભાઈ કલારાને ફોટો તથા વીડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂા. 21,499ઓનલાઈન બળજરીપુર્વક ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. આ સંબંધે રમેશભાઈ ભુરાભાઈ કલારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Powered by Blogger.