આધેડ મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો; પોલીસે જુગારધામ પર છાપો મારી એકને ઝડપ્યો; વોન્ટેડ આરોપીઓ પોલીસ સકંજામાં | A middle-aged woman choked for an inexplicable reason; Police nabbed one of the raiders at the gambling den; Wanted accused in police custody | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Middle aged Woman Choked For An Inexplicable Reason; Police Nabbed One Of The Raiders At The Gambling Den; Wanted Accused In Police Custody

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આધેડ મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું…
ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે આવેલા બાકડિયા ફળિયામાં રહેતા નરવત મણીલાલ પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત 3 તારીખે બપોરના સમયે તેઓના 45 વર્ષીય પત્ની નૈનાબેન પરમારે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તજવીજ હાથ ધરી છે.

પોલીસે જુગારધામ પર છાપો મારી એકને ઝડપી પાડ્યો…
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, ગોધરા શહેરના પોલન બજાર રોડ પર આવેલ શેખ કબ્રસ્તાન પાસે આવેલા ખાલિદ ઉર્ફે મઠીયો હુસેન કલંદર નામના ઇસમના ઘર પાસે તે કેટલાક માણસો ભેગા કરીને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડી રહ્યો છે અને હાલમાં પણ આ પ્રવૃતિ ચાલુ છે. જેના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગત 4 તારીખે રાત્રિના સમયે છાપો માર્યો હતો. પોલીસની રેઇડ દરમિયાન જુગાર રમવા ભેગા થયેલા તત્વોમાં નાસભાગ મચી ગઇ હતી.

પોલીસે ખાલિદ ઉર્ફે મઠિયો હુસેન કલંદર નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 10,590 અને 5 હજારનો મોબાઈલ ફોન મળીને કુલ રૂ 15,590નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બીજી તરફ પોલીસની રેઇડ દરમિયાન આરીફ હનીફ ગીતેલી ઉર્ફે ડામરા, મોહસીન સમોલ ઉર્ફે સીડી અને જાબિર મીઠી નામના ત્રણ ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તમામ ચાર ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ચોરીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે સાતપૂલ પાસેથી ઝડપી પાડ્યો…
પંચમહાલ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ યોગેશકુમાર સુભાષચંદ્રને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, દાહોદ આરપીએફ પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી જાબિર અબ્દુલ રજાક સ્મોલ હાલમાં ગોધરા શહેરના સાતપૂલ વિસ્તારમાં આવેલી એક બેકરી પાસે ઊભો છે. જે ચોક્ક્સ બાતમીને આધારે પોલીસે સાતપૂલ વિસ્તારમાં જઈને ખાનગી વોચ રાખીને જાબીર સ્મોલને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી સંદર્ભે દાહોદ આરપીએફ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ધાડના અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ગોન્દ્રા સર્કલ પાસેથી ઝડપી પાડ્યો…
પંચમહાલ એલસીબી એએસઆઇ જયદીપસિંહ પ્રવિણસિંહ સોલંકીને બાતમી મળી હતી કે, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ધાડના ગુનામાં અને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી રિયાઝ ઇદ્રિશ ઉર્ફે ઇશાક આંધી હાલમાં ગોન્દ્રા સર્કલ પાસે ઊભો છે. જે ચોક્ક્સ બાતમીના આધારે પંચમહાલ એલસીબી પોલીસે ગોન્દ્રા સર્કલ પાસે જઈને બાતમી મુજબ આરોપી રિયાઝ ઇદ્રિશ ઉર્ફે ઇશાક અંધીને દબોચી લીધો હતો. વધુ કાર્યવાહી સંદર્ભે આરોપીને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ગોડાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમને મુદ્દામાલ સાથે પાડ્યો
પંચમહાલ એલસીબી એએસઆઇ જયદીપસિંહ પ્રવિણસિંહ સોલંકીને બાતમી મળી હતી કે, આજથી દોઢેક માસ અગાઉ ગોધરા શહેરના બામરોલી રોડ પર લક્ષ્મીનગર સોસાયટીના બંધ ગોડાઉનમાં મૂકી રાખેલા સેંટિંગ પ્લેટોની ચોરી થઈ હતી. આ ચોરીમાં ગોધરાના ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં આવેલી ઉઝેર મસ્જિદ સામે રહેતા આફતાબ ઉર્ફે મુસો ઇકબાલ પાયા અને રિયાઝ ઇદ્રિશ ઉર્ફે ઇશાક અંધી એ ભેગા મળીને કરી છે, આ ચોરીની પ્લેટો આજરોજ આફતાબ ઉર્ફે મુસો ઇકબાલ પાયા આ ચોરીની પ્લેટ કારમાં ભરીને વેચાણ માટે ગદુકપુર ચોકડી તરફ નીકળી ગોધરાના બજારમાં આવનાર છે. જે ચોક્ક્સ બાતમીના આધારે એલસીબી પોલીસે ગદુકપુર ચોકડી પાસે નાકાબંધી કરીને બાતમી મુજબના આરોપી આફતાબ ઉર્ફે મુસો ઇકબાલ પાયાને 36 હજારની કિંમતના 60 પ્લેટ અને એક લાખની કાર મળીને કુલ રૂ 1.36 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આમ એલસીબી પોલીસે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

Previous Post Next Post