મોરબી2 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ મોરબી રોડ પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજપર રોડ પરથી પસાર થતી ઇકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં પગપાળા ચાલીને જતા 7 વર્ષના બાળકને અડફેટે લેતા બાળકને ઈજા પહોંચી હતી. જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી રાજકોટ હાઈવે પર છાશવારે અકસ્માત સર્જાતા રહે છે. જેમાં આજે ટંકારાના છતર ગામ નજીકથી બાઈક પસાર થતું હોય, ત્યારે પાછળ આવતી મીની બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. જેથી 108 મારફત મોરબીની ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ નજીકના ગ્રામજનો દોડી ગયા હતા અને અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે પોલીસ ટીમે તુરંત પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
બીજા બનાવમાં શકત શનાળા ગામે રહેતા કરણ જુવાનશી માવડા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે રાજપર રોડ પર આવેલ લોટનું કારખાનામાં હાજર હોય, ત્યારે ભત્રીજા લલિતે ફોન કરી જાણ કરી હતી, કે તેની માતા વેસ્તીબેન, બહેન રેતીબેન, દીકરા અશ્વિન સાથે મજુરી કામેથી માતા સાથે પરત રહેણાંક સ્થળ વાડીએ પગે ચાલીને જતા હોય, ત્યારે ફેશન સિરામિક સામે રાજપર રોડ પરથી ઇકો કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ફરિયાદીના દીકરા અશ્વિનને ટક્કર મારી નીચે પછાડી દેતા અશ્વિનને ઈજા પહોંચી હતી અને અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. મોરબી એ ડિવિઝન ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.