No results found

    ફતેપુરામાં કુખ્યાત હુસેન સુન્ની પર ટોળાનો હુમલો | Mob attack on notorious Hussain Sunni in Fatepura | Times Of Ahmedabad

    વડોદરા28 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    હુસેન સુન્ની - Divya Bhaskar

    હુસેન સુન્ની

    • ડ્રગ્સ વેચવાની બાબતે માથાકૂટ થતાં હુમલો થયાની ચર્ચા
    • હુસેનને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

    શહેરના ફતેપુરા વિસ્તારમાં મધરાતે માથાભારે કુખ્યાત હુસેન સુન્ની પર ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા હુસેન સુન્નીને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો. કહેવાય છે કે, ડ્રગ્સ વેચવાની બાબતે માથાકૂટ થતાં ટોળાંએ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હુસેનમીયાં કાદર મીયાં સુન્ની (કાસમઆલા કબ્રસ્તાન, કારેલીબાગ) રવિવારના રોજ રાત્રે ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં હતો ત્યારે ટોળાંએ ડ્રગ્સ વેચવાની તકરાર બાબતે તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા હુસેન સુન્નીને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, હુસેન અને તેના ભાઈ વચ્ચે મકાનને લઇ તકરાર થઇ હતી એટલે મારામારી થઇ હતી. બંને વચ્ચે સમાધાન થઇ ગયું છે.

    નોંધનીય છે કે, હુસેન સામે અનેક ગુના દાખલ થયેલા છે. અગાઉ નાગરવાડામાં પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઇ હતી ત્યારે હુસેને ડે.મેયર અને સ્થાયી ચેરમેન પર ગેસના બોટલથી હુમલો કર્યો હતો.

    ડ્રગ્સ અંગે હુસેન સુન્નીનો વીડિયો વાઈરલ થયો
    માથાભારે અને હિસ્ટ્રીશીટર હુસેન સુન્નીનો વધુ વીડીયો વાઈરલ થયો છે, જેના પગલે ખળભળાટ મચી ગયો છે.વાઈરલ થયેલા વીડીયોમાં તેણે કેટલીક બકવાસ પણ કરી છે.હોસ્પિટલમાં સારવાર માટે ગયો તે સમયે હુસેન સુન્નીનો વીડીયો બન્યો હોવાનું સપાટી પર આવ્યું છે. સ્ટેશન સે ફતેપુરા, યાકુતપુરા તક યે લોગ ડ્રગ્સ બેચતે હે મેને વિરોધ કીયા તો 20સે 25 લોગોને મેરે પે હમલા કીયા, ઘસીટ ઘસીટ કર મારા, મેનેં ભી 8-10 લોગોકો મારા, મુઝ પે હમલા હુઆ જીસમે શાહીદ, સિકંદર ઔર કુછ ઓરતે ભી થી. પર મૈં બરોડામાં એમડી ડ્રગ્સ પુરી જીંદગી નહી બેચને દુંગા, એમ વીડીયોમાં જણાવ્યું છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال