સાધલી6 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શિનોર તાલુકામા હજી કેટલાય ગામોમા ચાર્જથી ચાલે છે
શિનોર તાલુકામાં 41 ગામો વચ્ચે હાલ 22 દુકાનો સરકાર માન્ય સસ્તા અનાજની ચાલે છે. અન્ય ગામોમાં ચાર્જ સોંપવામાં આવેલા છે. કુલ 10 ગામોમાં દુકાનો રેગ્યુલર નહોતી. તેમાંથી માલપુર ગામે જુના સંચાલકને ફરી શરૂ કરવામાં આવેલ છે અને ઉતરાજ ગામે 13 માસ પછી આજે નવા મહિલા સંચાલકને ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે હુકમ આપવામાં આવેલ છે.
શિનોર તાલુકા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા તારીખ 5 એપ્રિલ 2022 ના રોજ ઉતરાજ ગામે અગાઉના સંચાલકે રાજીનામું આપ્યું હોઇ નવો હુકમ કરવા દરખાસ્ત કરી હતી. વડોદરા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તારીખ 13 એપ્રિલ 2023ની મિટિંગમાં ઉતરાજ ગામે પ્રાચીબેન અશોકભાઈ પટેલ સ્થાનિક શિક્ષિત મહિલાની પસંદગી થતાં, સંચાલકનો હુકમ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 28-4-2023 ના રોજ કરવામાં આવ્યો હતો.
આજરોજ તારીખ 8 મે 2023 સોમવારના રોજ 13 માસ પછી ઉતરાજ ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે પ્રાચીબેન અશોકભાઈ પટેલને નિમણૂંકનો હુકમ આપવામાં આવેલ છે. આ પ્રસંગે મામલતદાર એમ.બી.શાહ, નાયબ મામલતદાર વહીવટ સૈયદ તથા ગામના સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ હાજર રહ્યા હતા. હાલમાં પણ શિનોર તાલુકામાં અગાઉ જેમને રાજીનામાં આપ્યા છે તેવા ઝાંઝડ, મોટા ફોફળિયા ,આનંદી, પુનિયાદ, તેરસા, મીઢોળ , મોલેથા અને માંજરોલ ગામોમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો નથી. અને આ ગામોના રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજનો પુરવઠો મળતો નથી એ કડવી હકીકત છે.