- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Modasa K.N. To Make The Upcoming World Yoga Day Celebrations Great. Organized In Shah High School Grounds; A Large Number Of People Were Present
અરવલ્લી (મોડાસા)2 કલાક પહેલા
- કૉપી લિંક
યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી તેમજ હઠીલા રોગો પણ દૂર થાય છે. કેન્દ્રીય સરકાર દ્વારા યોગને આંતરરાષ્ટ્રીય લેવલે લઈ જઈ જ્વલંત સફળતા મળી છે અને તમામ દેશોના અગ્રણીઓએ 21 જૂનને રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે આ દિવસની સફળતા માટે વધુને વધુ અબાલ વૃદ્ધ સૌ કોઈ યોગ કરે તે માટે વિશ્વ યોગ દિવસ અગાઉ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોગ શિબિર અને યોગ યાત્રાનું આયોજન કરાયું હતું.
ગુજરાત રાજ્ય રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત યોગ શિબિર તથા યોગ યાત્રા યોજાઈ હતી. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ખુબજ મોટા પ્રમાણ માં સફળ બનાવવા આઈ.ડી.વાય, કાઉન્ટ ડાઉનના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કે. એન શાહ ના મેદાનમાં કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં યોગા, પ્રાણાયામ,આસન,યોગાસન કરવામાં આવ્યા ત્યારબાદ મોડાસા શહેરના રાજ માર્ગો પર યોગ યાત્રા નીકળીને મેદાન પર પરત ફરી વિશ્રામ કર્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સદસ્ય જયરામભાઇ ઠક્કર, ભાવેશભાઈ, રમત ગમત અધિકારી પ્રકાશભાઈ કલા સવા, યોગાચાર્ય ઘનશ્યામ ભાઈ ઉપાધ્યાય, ડૉ.હરિભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા યોગ કોચ જયેન્દ્ર મકવાણા, કૉ.ઓડિનેટર. પાયલબેન વાળંદ, યોગ કોચ.રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ વાળંદ, વસંતભાઈ પટેલ, હિતેન્દ્ર પંચાલ, બદાજી નિનામા, પંકજ શર્મા, રમેશ સિંહ ઝાલા, તથા યોગ ટ્રેનર અને મોટી સંખ્યામાં યોગ સાધકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.