الخميس، 11 مايو 2023

રાજકોટની પરિણીતાને સાસુએ 'તું કયા બેસવા ગઈ'તી' કહી ગાળો આપી,દિયરે ચોટલો પકડી મારમાર્યો | Mother-in-law insulted Rajkot's married woman saying 'what are you going to sit here', dear grabbed Chotla and beat her | Times Of Ahmedabad

રાજકોટ8 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ મથકે સ્ટેશન 27 વર્ષીય પરિણીતા દ્વારા સાસરિયાઓ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ અંગે ફરિયાદ નોંધાઈ છે. પરિણીતા દ્વારા ફરિયાદમાં પતિ-સાસુ અને દીયરે મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શંકા કરી ગાળો આપી
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ચાર વર્ષ પહેલા થયેલા છે અને પોતે ઘરાકામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.8 મેં ના રોજ સાંજે 6 વાગ્યે તેના પતિ સાથે ઘરે હાજર હતી ત્યારે તેમના સાસુ મંજુબેન કહેવા લાગેલ કે, તું ક્યાં બહાર બેસવા માટે ગઈ હતી જેથી મારા મામાના ઘરે બેસવા માટે ગયેલ હોવાનું કહેતા સાસુએ કહેલ કે, તુ જયારે હોય ત્યારે ઘરેથી બહાર જતી રહે છે કહી ખોટી શંકા કરી ગાળો આપવા લાગેલ હતાં. દરમીયાન તેના દીયર કેતન ઉર્ફે જંગુ આવતા તે પણ ગાળો આપવા લાગેલ હતો.

ઘરમાંથી બહાર કાઢી મૂકી
બાદમાં જમવાનુ બનાવતા સમયે સાસુ અને દિયર રસોડામાં આવી પાછળથી ચોટલો પકડી નીચે પાડી દિધેલ અને ઢીકાપાટુનો માર મારેલ તેમજ દીયરે રસોડામા રહેલ બળતણનુ લાકડુથી ફટકારવા લાગેલ હતો અને તેમને પગમાં ગંભીર ઇજા થવા છતાં ઘરમાંથી બહાર કાઢી મુકેલ અને ગાળો આપી હતી.જે બાદ ફરિયાદીએ તેના ભાઈને ફોન કરી બોલાવી અને સારવાર માટે વીંછીયા હોસ્પિટલે ખસેડાયા હતાં. હાલ સમગ્ર મામલે પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે વીંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.