સુરત3 કલાક પહેલા
- કૉપી લિંક
ચોમાસા પહેલે ખાડી સ્વચ્છ કરવા સાંસદની કર્મચારીઓને સૂચના
પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે મીઠીખાડી, કોયલીખાડી, વરસાદી પાણીની લાઈન, જેટકોની લાઈન, રોડ-રસ્તા, આરોગ્ય, વિજળી, દબાણો જેવા લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
ચોમાસા પહેલા તંત્ર સાવધ
સુરત મહાનગરપાલિકાના હાદવિસ્તારમાં કેટલીક ખાડીઓ આવેલી છે. દર ચોમાસા દરમિયાન આંખ ખડીપુરનું સંકટ સુરત શહેરમાં ઉભું થતું હોય છે. ખાલી ખૂબ જ ગંદી હોવાને કારણે જ્યારે પણ વરસાદનું પાણી તેમાં ભળે છે અને ઓવર ફ્લો થાય છે. ત્યારે આસપાસના વિસ્તારની અંદર દૂષિત પાણી પ્રવેશી જાય છે તેના કારણે રોગચાળો ફેલાવવાની પણ દશક રહેતી હોય છે એટલું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ પણ છે તેને પણ દૂર કરવાની જરૂરિયાત છે. સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને ખાડીઓની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખાડીને સ્વચ્છ કરવા સૂચન
સુરત શહેરની મીઠીખાડી અને કોયલી ખાડીની સ્વચ્છતાની કામગીરી વહેલી તકે પુર્ણ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને અને જેટકો લાઈનનું ઝડપભેર કામગીરી પુર્ણ થાય એ માટે જેટકોના અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં અનેક ફુટપાથ પર દબાણ કરતાં ફેરિયાઓના દબાણ હટાવવા, મીઠીખાડી અને કોયલીખાડીની આજુબાજુમાં ગેરકાયદે વસવાટ કરી રહેતાં લોકોના દબાણ દુર કરવા માટે સુચના આપી હતી. મનપાના અધિકારીઓને સમયાંતરે સ્થાનિક વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નોને ઝડપથી નિવારવાનો સુચના આપવામાં આવી છે.