ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યુટર વિભાગના M.Sc. IT ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ | North Gujarat University Computer Department M.Sc. 100% placement of IT final year students for second consecutive year | Times Of Ahmedabad
પાટણ34 મિનિટ પહેલા
- કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય.ઉ.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં છેલ્લા 23 વર્ષથી કાર્યરત કમ્પ્યુટર વિભાગમાં M.Sc IT અને MCA કોર્સ ચાલે છે જેમાં છેલ્લા વર્ષમાં ઇંન્ડસ્ટ્રિયલ પ્રોજેકટ કરી વિધાર્થીઓએ અલગ અલગ IT કંપનીઓ જેવી કે Microsoft, Google, Infosys, TCS, Wipro, Capgemini સહિત સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય છે અને પોતાનો IT બિઝનેસ પણ કરતાં હૉય છે. ચાલુ વર્ષ 2022-23 ના M.Sc.IT ના તમામ વિધાર્થીઓનું stipend સાથે પ્લેસમેંટ થયેલ છે જે સંસ્થાના તમામ અનુભવી શિક્ષકો માટે ગૌરવ સમાન છે.
ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષના વિદ્યાર્થીઓ પણ MNC આઇટી કંપનીઑમાં દેશ અને વિદેશમાંસારી પોસ્ટ પર જોબ કરે છે જેનો સીધો ફાયદો પણ હાલના વિધાર્થીઓને મળતો હોય છે તેમજ કોરોનાકાળ બાદ આઇટી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્યની તકો ખૂલતાં વિધાર્થીઓનો આઇટીમાં ધસારો જોવા મળ્યો છે.
છેલ્લા વર્ષોમાં કમ્પ્યુટર વિભાગના M.SC. IT અને MCA બંને કોર્સમાં સીટો ફૂલ થઈ જતા પ્રવેશ માટે waiting જોવા મળ્યું જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ની સારી શિક્ષણ પ્રણાલી નું પરિણામ હોવાનું ડિપાર્ટમેન્ટ ના હેડ ડો. ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું.
Post a Comment