નવસારી14 મિનિટ પહેલા
- કૉપી લિંક
તારીખ 4 મેના રોજ સુરત-નવસારીમાં એક પછી એક ચાર જગ્યાએ ચોરી થાય છે. આ કોઈ સામાન્ય ચોરી નહોતી. એક જજના મામાના દીકરાના ઘરે અને બે પોલીસવાળાને ત્યાં ચોરો ત્રાટક્યા હતા. એક જ દિવસે ચાર-ચાર જગ્યાએ ચોરીની ઘટના બહાર આવતાં પોલીસ દોડતી થઈ ગઈ. સુરત ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ટીમ બનાવી તપાસ હાથ ધરી. CCTV ફૂટેજ મેળવીને ગુનો ઉકેલવાની શરૂઆત કરી. આગળ વધતા ગયા એમ એક એવા રીઢા અને ખતરનાક ગુનેગારનું નામ સામે આવ્યું કે પોલીસ પણ ચોંકી ગઈ. શાતિર દિમાગ અને લોનું ભણતો આ ગેંગસ્ટર હોલિવૂડની ફિલ્મો જોઈને ચોરી-લૂંટ કરતા શીખ્યો હતો.
સુરત પોલીસે છેક મુંબઈ જઈને ખૂંખાર ગુનેગારને ઝડપી પાડી અનેક ગુનાઓ ઉકેલ્યા હતા. આ મામલે નવસારીમાં પણ જજના મામાના દીકરાના ઘરે ચોરી થઈ હતી. જેની તપાસ માટે નવસારી ટાઉન પોલીસે સચિન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટ મેળવી ગેંગસ્ટરને અટક કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ફૂટવેર વેપારીને સાસરે જવું ભારે પડ્યું,બંધ ફ્લેટમાં સાજના સમયે 9 લાખથી વધુની ચોરી
નવસારી ના રીંગરોડ પર આવેલા ornet-5 એપાર્ટમેન્ટમાં સાજના સમયે બહાર ગયેલા પરિવારને ક્યાં ખબર હતી કે ફ્લેટ પર તસ્કરો ત્રતક્યા હશે.4થી મે ના રાત્રે પોણા નવ વાગ્યે પરત આવીને ચોરીની ઘટના જાણ થઈ હતી.
શહેરમાં સ્ટાર ફૂટવેરની દુકાન ધરાવતા અને જજના મામાના દીકરાઈમરાન ઈકબાલ મીઠાવાળાને પરિવારમાં પત્ની અને બે બાળકો છે તેમનું પત્નીનું પિયર નવસારી શહેરમાં જ હોય તેમણે 4થી મે જુમ્માનો રોજો ખોલવા માટે પોતાના પતિ ઇમરાનને દુકાનેથી બારોબાર પિયર બોલાવ્યા હતા.જેથી તેઓ સાસરે ગયા હતા રાત્રે આશરે 9:45 વાગે આવીને જોતા ફ્લેટ ની બહારની જાડી ખુલ્લી હતી અને અંદરનો દરવાજો પણ ખુલ્લો હતો અંદર જોઈને જોતા ઘરનું સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો કબાટમાં મુકેલા પત્નીના દાગીનાઓ રોકડા મળી આવ્યા ન હતા.
સોનાના સેટ બંગડીઓ કડા પેન્ડલ બુટ્ટી ચેન મળી 6.52 હજાર સાથે 3 લાખની રોકડ મળીને 9.52 હજારની ચોરી થતાં ટાઉન પોલીસ થઈ હતી સીસીટીવી સહિત અન્ય પુરાવા ભેગા કરી ચોરોને ઝડપી પાડવા પોલીસ એ તપાસથી જ કરી હતી પણ નવસારી પોલીસ તસ્કરને ઝડપે તે અગાઉ જ સુરત પોલીસના હાથે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર અને ગેંગસ્ટર જેમ્સ અલમેડા ની ધરપકડ થતા નવસારી ટાઉન પોલીસે પણ આજે સાંજે પોલીસ આપતા સાથે તેનો કબજો મેળવી પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન ચોરીની વધુ માહિતી મેળવશે.