- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Nephew Swallows Poison While Returning From Maternal House, Youth Hangs Himself Due To Financial Hardship, Friend Stabs Him To Recover Money
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
મૂળ કેશોદના અને હાલ રાજકોટના અંબિકા ટાઉનશીપમાં તેમના મામા જયંતિભાઈ ડઢાણીયાના ઘરે નવ મહિનાથી રહેતો સ્મિત જગદીશભાઈ ભૂત (ઉ.વ.24) ગઈકાલે સાંજના સમયે તેમના મામા જેન્તીભાઈ ને કહ્યું હતું કે હું કેશોદ ઘરે જાઉં છું ત્યારબાદ ઘરેથી નીકળી જામનગર રોડ પર આવેલી ચોકીધાણી હોટલ પાસે પહોંચી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ સ્મિતે તેમના મિત્ર હર્ષ પટેલને મોબાઇલ ફોનથી જ કોલ કરી જાણ કરી હતી કે મારાથી ભૂલથી દવા પીવાઈ ગઈ છે. જેથી તેમને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેમનું સારવાર માં મૃત્યુ નીપજ્યું હતું. સ્મિત બે ભાઈમાં મોટો અને અપરિણિત હતો. પોતે માર્કેટીંગની નોકરી કરતો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું સાચું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 4 વાહનો જપ્ત કર્યા
રાજકોટ આર.ટી.ઓ. દ્વારા આજે વહેલી સવારે ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં કુલ 19 વાહનોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 3 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં જયારે આર.ટી.ઓ. ટેક્સ. ન ભરેલા 4 વાહનો મળી આવ્યા હતા. રેડ દરમ્યાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં. આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શંકાના આધારે અજાણ્યા શખસોએ યુવકને માર માર્યો
રાજકોટ મોરબી રોડ પર ચામડીયાપરામાં રહેતો આદિલ મહમદભાઈ ભાકલ (ઉ.વ.20) ગઇકાલે રાત્રીના રોહીદાસપરામાંથી પસાર થતો હતો ત્યારે ધસી આવેલ હૈદર કાદરી, સદામ, સલીમ અને અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકાથી બેફામ ફટકારતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તની બહેને જણાવ્યું હતું કે તેમનો ભાઈ રામનાથપરામાં ચિકનની દુકાન ધરાવે છે. થોડા સમય પહેલા હૈદર કાદરીનો દારૂનો જથ્થો પકડાયો હતો. જે દારૂ આદિલે પકડાવ્યો છે તેવી શંકાએ મારા ભાઈ પર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આર્થિક ભીંસને કારણે ગળાફાંસો ખાધો
રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર માજોઠીનગરમાં રહેતાં રફિકભાઇ નિઝામભાઇ મોઇન (ઉ.વ.30) નામના યુવાને પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાયો હતો. બનાવ અંગે થોરાળા પોલીસ મથકના શૈલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હાલમાં કંઇ કામધંધો ન હોઇ આર્થિક ભીંસને કારણે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝિંક્યા
રાજકોટનાં નવા 150 ફુટ રીંગ રોડ પર વાજડીગઢમાં રહેતા 21 વર્ષીય રાજ હસમુખભાઇ વાસજાળીયા નામનો યુવાન ગઈકાલે રાત્રિના સમયે સાધુવાસવાણી રોડ શ્યામલ કોમ્પલેક્ષ પાસે જમવા ગયો હતો ત્યારે તેમનો મિત્ર નદીમ સંધિ અને એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતા. અને તારે મને હજુ 5 હજાર આપવાના છે કહી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. આ મામલે ભોગ બનનારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પૈસાની લેતીદેતી અંગેનો ખાર રાખી નદીમ સાહિતનાએ આ હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.