- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Sealing Action Will Be Taken Against Those Who Do Not Get It Even After Giving Notice For Fire NOC In Patan City District
પાટણ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટણ શહેર સહિત જિલ્લામા જી પ્લસ ટુ અને 500 સ્ક્વેર મીટરથી વધારે જગ્યા ધરાવતી બહુમાળી બિલ્ડીંગો, હોસ્પિટલો,શાળા,કોલેજો, પાર્ટી પ્લોટો, માં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજય સરકાર ના પરિપત્ર નું પાલન કરાવવા પાટણ નગર પાલીકા ખાતે કાર્યરત જિલ્લા કક્ષાના ફાયર વિભાગ કચેરીના સ્ટેશન ફાયર ઓફિસર સ્નેહલભાઈ મોદી અને તેમની ટીમ દ્રારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે પાટણ શહેર સહિત હારીજ, ચાણસ્મા રાધનપુર અને સિધ્ધપુર મળી અત્યાર સુધીમાં ફાયર એનઓસી મેળવવા અંદાજીત 100 જેટલી મિલકતોને નોટિસો ની બજવણી કરવામાં આવી છે જે પૈકી 70% મિલકતોએ ફાયર સેફ્ટી ની એનઓસી નિયમોને આધીન મેળવી છે.જયારે ત્રણ ત્રણ વખત ફાયર સેફ્ટી ની એનઓસી મેળવવા માટે તંત્ર દ્વારા નોટીસો આપવા છતાં મિલકતો દ્રારા ફાયર સેફ્ટી ની એનઓસી લેવામાં આવી નથી તેવી મિલકતો ને આખરી અને અગ્રીમ નોટીસ ટુક સમય મા આપવામાં આવશે અને ત્યારબાદ પણ મિલકતો દ્રારા ફાયર સેફ્ટી ની એનઓસી લેવામાં નહિ આવે તો તંત્ર દ્વારા આવી મિલકતો ને સિલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્લા ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલભાઈ મોદી એ જણાવ્યું હતું.
ફાયર એનઓસી માટે વધુ માહિતી આપતા ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલભાઈ મોદીએ જણાવ્યું હતું કે હાલમાં પાટણ શહેરની 7 જેટલી એસેમ્બલી બિલ્ડિંગ પૈકી 4 બિલ્ડિંગો એ ફાયર એનઓસસી મેળવી છે તો બાકી ની 3 પૈકી શાતાબા મેરેજ હોલ કે જે નવીન બનાવવાનો હોવાથી નવીન હોલ બને ફાયર એનઓસી મેળવશે તેવી હોલના સંચાલકો એ તંત્રને લેખિતમાં ખાત્રી આપી છે તો અન્ય બે મિલકતો પૈકી તપોધન બ્રાહ્મણ જ્ઞાતિની વાડી અને પાટણ લેઉવા પાટીદાર સમાજની વાડી દ્રારા ફાયર એનઓસી મેળવવા માટે ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચાણસ્મા મા પણ 3 મિલકતો ને ફાયર એનઓસી મેળવવા માટે નોટિસ ની બજવણી કરવામાં આવી છે.
જયારે રાધનપુર મા 6 મિલકતો અને સિધ્ધપુર મા 12 મિલકતો ને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જૈ પૈકી રાધનપુર ની કંસારા વાડી, કચ્છ વાગડ વાડી, રઘુવંશી દેશી લોહાણા વાડી અને પટેલ વાડી ને ત્રણ ત્રણ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેઓ દ્રારા ફાયર એનઓસી માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે ટુક સમય મા તંત્ર દ્વારા તેઓને આખરી નોટિસ આપી ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો આ ચારેય મિલકતો સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જયારે સિધ્ધપુર મા પણ 12 મિલકતો પૈકી ત્રણ સરકારી મિલકતો જેમાં શ્રી દેવશંકર બાપા કોમ્યુનિટી હોલ (ઓડિટોરિયમ), શ્રી સ્થળ મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ને પણ ફાયર એનઓસી મેળવવા નોટિસ ની બજવણી કરવામાં આવી હોવાનું ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલભાઈ મોદી એ જણાવ્યું હતું.