Monday, May 22, 2023

પોરબંદરમાં હીટવેવનો એકપણ કેસ નહીં | Not a single case of heatwave in Porbandar | Times Of Ahmedabad

પોરબંદર29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 42 ડિગ્રી તાપમાનમાં પણ લોકોએ સાવચેતી રાખતા સલામત રહ્યા

પોરબંદરમાં હીટવેવનો એકપણ કેસ નોંધાયો નહિ હોવાનું 108 ના અધિકારીએ જણાવ્યું હતું. 42 ડિગ્રીમાં પણ લોકો સલામત રહ્યા છે. આ વખતે ઉનાળા દરમ્યાન તાપમાનમાં ભારે વધધટ જોવા મળી છે અને માવઠાની આગાહી પણ કરવામાં આવી હતી.

જેની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી બાદ તાપમાન ઊંચકાયુ હતું અને 42 ડીગ્રીએ પહોચ્યું હતું. હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી. જોકે હિટવેવ દરમ્યાન પોરબંદરમાં કાળઝાળ ગરમી પડી હતી અને લોકોએ આ ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો. આવી કાળઝાળ ગરમીમા હિટવેવ લાગવાના બનાવો બનતા હોય છે અને હિટવેવને કારણે દર્દીઓને તાકીદે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના બનાવો અગાઉ બનેલા છે.

પરંતુ આ ઉનાળાની સીઝનમાં અત્યાર સુધીમાં હિટવેવ લાગી હોવાના એકપણ દર્દી નોંધાયા નથી. એક પણ કેસ 108 ના ચોપડે નોંધાયો નથી તેવું 108ના અધિકારી જયેશભાઈએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, ભારે ગરમીમાં બપોરના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું અને જરૂરી કામ માટે જ બપોરના સમયે નીકળતા હોય અને લોકોએ આ બાબતે સલામતી રાખી હોય જેથી હીટવેવનો હાલતો એકપણ કેસ 108માં નોંધાયો નથી.

પોરબંદરમાં તાપમાન સ્થિર થયું, ભેજમાં લોકો અકળાયાભાસ્કર
પોરબંદર શહેરમાં તાપમાન હવે તાપમાન સ્થીર થયું ભેજનું પ્રમાણ યથાવત રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા અને પરસેવાની ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. પોરબંદર 2-3 દિવસથી મહતમ તાપમાન સ્થીર થઇ ગયું છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધી ગયા બાદ વાતાવરણમાં ભેજ જળવાઇ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

લોકોને ભેજના કારણે થતી ગરમીમાં કોઇ રાહત ન મળતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગઇકાલે નોંધાયેલા મહતમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્શીયસમાં સામાન્ય વધારો નોંધાતા આજનું મહતમ તાપમાન 34.9 ડિગ્રી નોંધાયું હતું જયારે કે ગઇકાલના લઘુતમ તાપમાન 25 ડિગ્રી સેલ્શીયસમાં વધારો નોંધાતા આજનું લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ.