Header Ads

વડિયા ગામની વરસાદી પાણીના નિકાલની મુખ્ય જગ્યા પર કોટ તોડી પાડવા પંચાયતની સૂચના; માર્ગ બંધ કરતા ગ્રામપંચાયત સહિત ગ્રામજનોમાં રોષ | Notification of Panchayat to demolish Kot at main rain water drainage site of Vadia village; Anger among the villagers including the Gram Panchayat blocking the road | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Notification Of Panchayat To Demolish Kot At Main Rain Water Drainage Site Of Vadia Village; Anger Among The Villagers Including The Gram Panchayat Blocking The Road

નર્મદા (રાજપીપળા)6 કલાક પહેલા

  • કૉપી લિંક

નાંદોદ તાલુકાના વડિયા ગામનું અને સોસાયટીનું પાણી એકજ વરસાદી વહેણમાંથી નિકાલ થાય છે. આ સરકારી મુખ્ય વરસાદી પાણીના વહેણની જગ્યાએ બનેલી સત્યમનગર સોસાયટીના લોકોએ તાજેતરમાં આ વહેણનો માર્ગ જ બંધ કરી દીધો. હવે જ્યારે બે ઇંચ પણ વરસાદ પડશે ત્યારે વડિયા ગામના ઘરોમાં પાણી ભરાશે. આ સાથે રામેશ્વરમ, સાઈદર્શન, દેવ આશિષ, જલારામ, દેવનારાયણ વ્રજધામ સહિત વાડિયા ગામના આદિવાસી અને દલિત ઘરોમાં પાણી ભરાશે એ નક્કી છે.

સત્યમનગર સોસાયટીના ઘરોમાં પણ પાણી તો ભરાવાના છે જ, ત્યારે ગ્રામજનોમાં વિરોધના શૂર ઉઠતા ગ્રામપંચાયત ખાતે સરપંચ બિંદિયા વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો અને વિવિધ સોસાયટીના રહીશોની એક બેઠક મળી હતી. જેમાં સત્યમનગર સોસાયટીના રહીશો અને અન્ય રહીશો વચ્ચે બોલાચાલી પણ થઇ હતી, પરંતુ બાદમાં ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશો દ્વારા વડિયા ગામનો નકશો અને જેમાં વરસાદી પાણીના નિકાલની જગ્યા બતાવવામાં આવી ત્યારે બધા શાંત બેઠા હતા.

બેઠકમાં અંતે એવો નિર્ણય લેવાયો કે સત્યમ નગર સોસાયટી બે દિવસમાં વરસાદી પાણીના વહેણનો માર્ગ ખુલ્લો કરે અથવા ગ્રામપંચાયત દ્વારા તોડી પાડવામાં આવશે. જોકે આ બાબતે સત્યમનગર સોસાયટીના લોકો વિરોધ કરશે તો પણ તેઓએ આ વરસાદી પાણીનો વહેણ બંધ કરી ગેરકાયદેસર કામગીરી કરી છે. ખરેખર એક ઘર દીઠ 10 હજાર રૂપિયા કાઢી આ વરસાદી પાણીના વહેણ બંધ કર્યું. જેના બદલે જો મોટી ગટરલાઇન બનાવી હોત અને જે મંજૂરી માટે ફાંફા માર્યા જેમાં આગળ રસ્તો જવાનો માર્ગ ગ્રામપંચાયત સાથે રહીને સમાધાન શોધ્યું હોત તો સમશ્યાનો ઉકેલ આવી શકત. હવે જોવું રહ્યું કે સોસાયટીના લોકો જાતે આ રસ્તો ખુલ્લો કરે છે કે, ગ્રામપંચાયત તોડી નાખે છે.

Powered by Blogger.