હવે મુલાકાતીઓ લાજપોર સેન્ટ્રલ જેલમાં મોબાઈલ લઇ જઈ શકશે નહિ, જેલ પ્રિમાઇસીસમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ | Now visitors will not be able to carry mobiles in Lajpore Central Jail, ban on use of mobiles in jail premises | Times Of Ahmedabad

સુરત38 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar

ફાઈલ તસવીર

સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આજે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. લાજપુર મધ્યસ્થ જેલના પરિસરમાં પણ કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન આઇપેડ કે સીમકાર્ડ કે પછી દૂરસંચારના સાધનો સહિતના ગેજેટ્સનો ઉપયોગ કરી શકશે નહીં. કેદીઓની મુલાકાતે આવનાર સંબંધીઓ કે સ્નેહીજનો હવે પોતાનો મોબાઇલ રાજપુર જેલના પ્રિમાઇસીસની બહાર મૂકીને જવું પડશે.સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા બે મહિનાનું પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

મોબાઇલ જેલની પ્રિમાઇસીસમાં લઈ જઈ શકાશે નહીં
સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલમાંથી ભૂતકાળમાં મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. આ ઉપરાંત તાજેતરમાં જ સુરત સહીત રાજ્યની જેલોમાં દરોડા પાડી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે લાજપોર જેલને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઇસીસમાં સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન, આઈપેડ કે દુર સંચાર માધ્યમના અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરી શકશે નહી. એટલે હવે કેદીઓની મુલાકાત માટે આવતા મુલાકાતિઓ પોતાની સાથે કોઈપણ પ્રકારનો મોબાઇલ કે સીમકાર્ડ લાજપોર જેલની પ્રિમાઇસીસમાં લઈ જઈ શકશે નહીં. તમામ ગેજેટ્સના સાધનો જેલના ગેટની બહાર જ મૂકીને આવવા પડશે.

જેલ કસ્ટડીમાં મોબાઇલ ફોનનો ઉપયોગ
સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જાહેરનામા મુજબ જણાવ્યું હતું કે ભુતકાળમાં બનેલ દેશ વિરોધી તથા સમાજ વિરોધી બનાવોની તપાસ દરમિયાન આવા બનાવોમાં સંડોવાયેલ આરોપીઓમાં જેલમાં રહેલ કેદીઓ પણ સામેલ હોવાની હકીકત જાણવા મળી હતી. તેમજ તાજેતરમાં જેલ કસ્ટડીમાં રહેલ આરોપીઓ જાપ્તામાંથી ભાગી જવાના બનાવોમાં આ કેદીઓ તેઓની જેલ કસ્ટડી દરમિયાન પોતાની પાસેના મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોવાની હકિકત તપાસમાં જાણવા મળી હતી. ઉપરાંત જેલમાં રહેલ દેશ વિરોધી કૃત્ય કરવા વાળા ઇસમો જેલમાં રહી મોબાઇલનો ઉપયોગ કરી ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી દેશની આંતરીક સલામતી તથા માનવ જીંદગીની ખુવારી ન થાય અને લોકોની મિલકતને નુકસાન ન થાય તેવા કૃત્ય અટકાવવા તથા સુરક્ષાને ધ્યાને લઇ તકેદારીના પગલા રૂપે સુરત લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઇસીસમાં (સંકુલમાં) અમુક નિયંત્રણો મુકવાનુ જરુરી જણાય છે.

જાહેરનામું 6 મેથી 4 જુલાઈ સુધી અમલમાં રહેશે
જાહેરનામાં મુજબ લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઇસીસમાં સલામતી અને સુરક્ષાના કારણોને ધ્યાને લઈને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ ફોન, આઈપેડ કે દુર સંચાર માધ્યમના અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરી શકશે નહી અને મોબાઈલ ફોન કે સીમકાર્ડ દુર સંચાર માધ્યમના અન્ય ગેજેટ્સ સાથે રાખી શકશે નહી તેમજ આવા કોઈ સાધનો/ગેજેટ્સ સાથે જેલના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહી આ જાહેરનામું 6 મેથી 4 જુલાઈ સુધી અમલમાં રહેશે. તેમજ જાહેરનામાંના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Previous Post Next Post