નર્સ કોઈપણ હોસ્પિટલની કરોડરજ્જુ હોય છે | Nurses are the backbone of any hospital | Times Of Ahmedabad

ભુજ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસની કરાઈ ઉજવણી

દર્દીની સલામતી અને સંભાળ જ નર્સ માટે અંતિમ લક્ષ હોવું જોઈએ,એમ 12મી મે ના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ નિમિતે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જણાવાયુ હતું. નોબલ નર્સિંગ સેવાની શરૂઆત કરનાર ફ્લોરેન્સ નાઈટિંગલના જન્મ દિવસને નર્સિંગ દિવસ મનાવવામાં આવે છે.

હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ બેટી થોમસે નર્સોને સેવાના શપથ લેવડાવ્યા હતા. મેડિકલ કોલેજ સ્થિત ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમનું ફ્લોરેન્સ નાઈટિંગલની છબી સમક્ષ દીપ પ્રગટાવતા ગેઇમ્સના મેડિકલ ડાયરેક્ટર બાલાજી પિલ્લાઇએ વિશ્વ આરોગ્ય સંસ્થાની આ વર્ષની થીમ “આપણી નર્સ આપણું ભવિષ્ય”નો ઉલ્લેખ કરીને કહ્યું કે, નર્સ કોઈપણ હોસ્પિટલની કરોડરજ્જુ છે, જે હોસ્પિટલમાં નર્સિંગ સેવા શ્રેષ્ઠ હોય તેની ગુણવત્તા સુધરે છે.દર્દીની સલામતી અને સંભાળ જ નર્સ માટે અંતિમ લક્ષ હોવું જોઈએ.

આ પ્રસંગે મેડિકલ કોલેજના ડીન ડૉ.એ.એન.ઘોષ, અધિક મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક પટેલ, નર્સિંગ કોલેજના આચાર્ય ગીતાબેન વિવિધ વિભાગના વડાઓ, નર્સિસ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તિથિ કુંભારણા અને ગગનદીપએ કર્યું હતું. આભાર બેટી થોમસે માન્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે પ્રસંશા સભર કામગીરી બદલ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં યોજાયેલા જુદા જુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં ભાગ લેનાર નર્સોને પ્રોત્સાહન રૂપે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા.

Previous Post Next Post