એક તરફ ફરી કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન; બીજી બાજુ સાપુતારાની સુંદરતામાં વધારો કરતી મનમોહક તસવીરો | On the one hand, heavy economic loss to farmers due to unseasonal rains again; On the other hand, captivating pictures that add to Saputara's beauty | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • On The One Hand, Heavy Economic Loss To Farmers Due To Unseasonal Rains Again; On The Other Hand, Captivating Pictures That Add To Saputara’s Beauty

ડાંગ (આહવા)6 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં લગભગ 2 મહિનાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે લોકોના જન જીવન પર માઠી અસર જોવા મળી રહી છે. સૌથી મોટું નુકસાન જગતના તાતને થઈ રહ્યું છે. વરસાદના કારણે વિવિધ પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતનો પાક નિષ્ફળ જઇ રહ્યો છે.

ત્યારે ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેતા આહવા, સાકરપાતળ, ગલકુંડ તથા ઘણા વિસ્તાર વરસાદ વરસતા નાના નદીનાળા છલકાઈ જવા પામ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતો તેમજ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતને મોટું આર્થિક નુકશાન થઈ રહ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બાગાયતી પાકમાં કેરી તેમજ શાકભાજી તેમજ ડુંગળીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. વરસાદના કારણે સતત ભેજ રહે છે. જેથી ડુંગળીનો પાક સડી જવાની ભીતિથી ખેડૂત સતત ચિંતિત જોવા મળી રહ્યો છે.

તો આ તરફ રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારાની સુંદરતામાં પણ સતત વરસાદના કારણે વધારો થતાં સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો. હાલ વેકેશનની શરૂઆત હોવાથી પ્રવાસીઓમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે.

Previous Post Next Post