અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
આવતીકાલે તલાટીની પરીક્ષા યોજવવાની છે જેને લઈને પોલીસ પણ સ્ટેન્ડ બાય રહેશે. તમામ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે પોલીસ સવારથી જ ઉમેદવારોની મદદ કરશે. અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ વાન પર બેનર લગાવ્યા છે જેમાં તલાટી પરીક્ષા અંગેની મદદ માટે અમારો સંપર્ક કરો તેવા બેનર લગાવવામાં આવ્યા છે.
11 મહત્વના સ્થળોએ વાહન સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે
ઝોન-7 ડીસીપીની સૂચનાથી ઝોન-7 વિસ્તારમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ મોબાઈલ વાન, પીસીઆર ગાડી પર બેનર લગાવવામાં આવ્યા છે. 11 મહત્વના સ્થળોએ મદદ માટે બેનર સાથે 11 વાહન સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. જીવરાજ પાર્ક, સોનલ ચાર રસ્તા, ભાડજ સર્કલ, થલતેજ ચાર રસ્તા, પાલડી બસ સ્ટેશન, વાસણા બસ સ્ટેશન, પ્રહલાદનગર ચાર રસ્તા, નહેરુનગર સર્કલ, ઇસ્કોન ચાર રસ્તા, ઉજાલા સર્કલ અને સાણંદ સર્કલ પર બેનર સાથે 11 ગાડી જોવા મળશે. આ ઉપરાંત ગાડીના ડ્રાઇવરના નંબર તથા કંટ્રોલ રૂમનો ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેનાથી ઉમેદવારોને મદદ મળશે.