- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Organized Divine Durbar Of Pandit Dhirendra Shastri Of Bageshwar Dham In Limbayat, Chief Minister Is Missing From The Photo Of The Program
સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
દિવ્ય દરબાર કાર્યક્રમના પ્રચાર પ્રસારના ફોટામાંથી મુખ્યમંત્રી ગાયબ
હાલમાં જ વિવાદમાં આવેલા બાગેશ્વર ધામના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીના સુરતના લિંબાયત ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. આગામી 26 અને 27 મેના રોજ લિંબાયતમાં દિવ્ય દરબારનું આયોજન કરવામા આવશે. તે માટે આયોજન સમિતિ બનાવવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેક નેતાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પરંતુ તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાની બાદબાકીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.
બેનરમાં મુખ્યમંત્રીની બાદબાકી
સુરતના લિંબાયત વિસ્તારમાં નિલગીરી મેદાનમા 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજન સમિતિમાં સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચર્ચાનો વિષય એ ઉભો થયો છે કે જો બેનરોમાં પ્રદેશ અધ્યક્ષનો ફોટો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોય અને સ્થાનિક ધારાસભ્યનો ફોટો હોય તો મુખ્યમંત્રીનો ફોટો કેમ મુકવામાં નથી આવ્યો તેને લઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.
કાર્યક્રમ રાજકીય કે ધાર્મિક?
કાર્યક્રમ માટે કમિટિ નક્કી કરવામાં આવી છે. કમિટિની બેઠક પણ થઈ છે. જોકે, આ કાર્યક્રમ રાજકીય નહી પરંતુ ધાર્મિક છે પરંતુ રાજકારણીઓ આયોજનમાં છે અને પ્રચાર પ્રસાર માટે સોશિયલ મિડિયામાં પ્રચાર પ્રસાર ધુમ ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેમાં મુખ્યમંત્રીનો એક પણ જગ્યા ઉપર ફોટો મુકવામાં આવ્યો નથી. વડાપ્રધાનનો પ્રદેશ અધ્યક્ષનો અને સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓનો ફોટો હોય તો મુખ્યમંત્રીને કેમ સ્થાન આપવામાં આવ્યું નથી તેને લઈને હવે ભાજપમાં જ ગણગણાટ શરૂ થયો છે.