No results found

    પાલનપુર પોલીસે ખેમાણા ટોલ પ્લાઝા પાસેથી કારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો | Palanpur Police nabbed a man with quantity of liquor from Khemana Toll Plaza | Times Of Ahmedabad

    બનાસકાંઠા (પાલનપુર)25 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    પાલનપુરના ખીમાણા ટોલ પ્લાઝા પાસેથી પાલનપુર તાલુકા પોલીસે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે બાતમી હકીકતના આધારે અમીરગઢ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ગાડીને ખીમાણા ટોલ પ્લાઝા પાસે રોકાવી તેની તપાસ કરતા ગાડીમાંથી ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ચાર ઈસમો પર પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

    પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે, એક મારુતી સુજુકી કંપની ની ગ્રીન કલર ની રિટ્ઝ GJ – 01 – KA – 4635 માં દારુ ભરી લઈ અમિરગઢ તરફથી ખીમાણા ટોલ પ્લાઝા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે ખેમાણા ટોલ પ્લાઝા પાસે રોડ ઉપર નાકાબંધી કરી ગાડી ચેક કરતા તેમા પાછળની સીટ નીચે ગુપ્ત ખાનુ બનાવી તેમા વિદેશી દારુની બોટલો ભરેલી મળી આવતા મુદ્દામાલ મળી આવતા કુલ 1 લાખ 29 હાજર થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના ચાલક રુપારામ ભેરારામ ભીલ રહે બેરા બામણીયા માંડીગઢ દેસુરી જી પાલી રાજસ્થાન ઝડપી પાડી દારુ ભરાવનાર દારુના ઠેકાના સંચાલક ઈશ્વરસિંહ રાણાવત રહે- જીયાપુર , પિંડવાડા રાજસ્થાનના કહેવાથી તેમના સેલ્સમેન વિક્રમસિંહ રાણાવત રહે રહે- જીયાપુર પિંડવાડા , રાજસ્થાન વાળા તેમજ દારુ મંગાવનાર સુનીલભાઈ પ્રજાપતી રહે – સોલૈયા ગામ ગાંધીનગર વાળાઓ વિરુધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال