કચ્છ (ભુજ )36 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઉનાળાની અગન વરસાવતી ગરમીના વાતવરણમાં આજે રવિવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. ભુજના જીઆઇડીસી ખાતેના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જોતજોતમાં આગની જ્વાળાઓએ વિકરણ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટાઓ આકાશમાં દૂર સુધી જોવા મળ્યા હતા.
ભારે પવન અને પ્લાસ્ટિક સામગ્રીના કારણે આગને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી જોકે, તાલીમબંધ ભુજ સુધારાઈ હસ્તેની ફાયર ટીમે સૂઝબૂઝ સાથે ત્રણ ફાયર ફાઇટરની મદદ વડે આગની જ્વાળાઓ પર સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. અગ્નિશામન દળે આગને આસપાસ ફેલાતા અટકાવી વધુ નુકસાન થતા બચાવ્યું હતું.
ભુજના જીઆઇડીસીમાં આવેલા પ્લોટ નંબર 811 અને 812માં પથરાયેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠતા ભાગદોડ મચી ગઇ હતી. રજાકભાઈના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. સદભાગ્યે આગના બનાવમાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત લેવી પડી હતી. આ કામગીરીમાં ફાયરના ફાયર ઇન્ચાર્જ – દિલીપ ચૌહાણડી. સી. ઓ.- ગઢવી રવિરાજ, ડી. સી. ઓ – પ્રદીપ ચાવડા, ડી. સી. ઓ- નરેશ લોહરા, ડી. સી. ઓ – મહેશ ગોસ્વામી, ફાયરમેન – હીરજી રબારી, ફાયરમેન – વાઘજી રબારી, ફાયરમેન – જગા રબારી, ફાયરમેન – રફીક ખલિફા, ફાયર હેલ્પર – કરણ જોષી જોડાયા હતાં.