પાલનપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
- 11 મેથી 4 જૂન સુધી દરરોજ જુદી જુદી એક્ટિવિટી કરવી
પાલનપુરની એસ.સી. સાળવી પ્રાથમિક શાળાએ શાળાના બાળકો માટે વેકેશનમાં તમામ દિવસનું ટાઇમ ટેબલ જાહેર કર્યું છે જેમાં બાળકોને 11 મેથી 4 જૂન સુધી દરરોજ અલગ અલગ એક્ટિવિટી કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં જુદા જુદા કાર્યોનું લિસ્ટ વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યું છે અને તમામ કામગીરીના ફોટોગ્રાફ લેવા પણ વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે.
પક્ષીઓને ચણ આપવું,તેમજ પાણી આપવું, પગથીયાં અને લંગડીની રમત રમવી, સાતવાર અઠવાડિયાનું તોરણ બનાવવું, આકારોનો ચાર્ટ, માટીના રમકડાં બનાવવાં, ઘરકામમાં વડીલોને મદદરૂપ થવું, ખેતરની મુલાકાત, બગીચાની મુલાકાત, ફકરાનું શ્રુતલેખન કરવું, પોસ્ટ ઓફીસની મુલાકાત, સાપસીડીની રમત,પાંચીકાંની રમત, પક્ષીઓના પીછાનો સંગ્રહ કરવો, નાની-મોટી સંખ્યાનો ચાર્ટ, કબડ્ડી,ખો-ખો,લખોટીની રમત, સાતોળીયું અને કેરમની રમત, આંબાવાડીની મુલાકાત, દિવાસળીની સળીનો ઉપાયગ કરી અંક બનાવવા, ફકરાનું અનુલેખન કરવું, દોરડાં કૂદવા,સાઇકલ ચલાવવી, ગિલીદંડો અને કેરમ ની રમત, બેન્ક અથવા લાઇબ્રેરીની મુલાકાત, ક્રિકેટ રમવી(બેટ-દડો), મંદિરની મુલાકાત,ઘડિયાનો ચાર્ટ બનાવવી અને વૃક્ષારોપણ કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ કાર્યો દરરોજ કરવા
મંદિરે જવું, તિલક કરવું, સૂર્યને જળ ચડાવવું, ગાયને રોટલી ખવડાવવી વડીલોને વંદન કરવા, વાર્તાલાપ કરવો પરિવાર સાથે સમૂહ ભોજન કરવું. હનુમાન ચાલીસાના પાઠ કરવો.સૂર્યનમસ્કાર કરવાં, યોગાસન કરવાં. અને ઘડિયાગાન કરવાં.