પંચમહાલ (ગોધરા)3 કલાક પહેલા
- કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં દિવસે અને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જ જોવામાં આવી રહી છે. ટ્રાફિકનાં નિયમોનાં ભંગનાં કારણે જિલ્લામાં નિર્દોષ વાહનચાલકને જીવન ભરખી જાય છે. ત્યારે આજરોજ ગોધરામાં સિટી ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને લઈને અવેરનેશ આવે તે માટે શહેરના વિવિધ પોઈન્ટ જેવાં કે ચર્ચ સર્કલ, લાલબાગ બસ સ્ટેશન ભુરાવાવ ચાર રસ્તા પાસે વાહન ચાલકો અને રાહદારીઓને પત્રીકાનું વિતરણ કરી લોકોને સમજણ આપવામાં આવી હતી.
ગોધરા શહેરનાં શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે અંડરપાસ બ્રિજની કામગીરીના લીધે શહેરા ભાગોળથી ભૂરાવવા ચાર રસ્તા પરના તમામ રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના લીધે ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ ,ગાંધી ચોક સર્કલ, ભુરાવાવ ચાર રસ્તા, વગેરે જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદીન વધતી જઈ રહી છે. ટ્રાફિક જામની સમસ્યાઓના લીધે ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. પરિણામે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સીટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓમાં ટ્રાફિકને લઈને જાગૃતતા આવે તે માટે ગોધરા શહેરના વિવિધ પોઈન્ટો જેવા કે લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ ચાર રસ્તા ,ગાંધી ચોક સર્કલ, વગેરે જગ્યા ઉપર પત્રિકાનું વિતરણ કરીને સમજણ આપવામાં આવી હતી.