પાટણ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ શહેરના નિર્મલ નગર રેલવે ફાટક નેળિયામાં આવેલી સીધેસ્વરી, પાર્થ, બાલાજી સોસાયટીઓમાં ઉનાળાના પગલે પાણીનો પોકાર શરૂ થયો છે. સોસાયટીના લોકો પ્રાઇવેટ ટેન્કર મંગાવી પાણી મેળવી રહ્યા છે. નિર્મલ નગરમાં ગેરકાયદેસરરીતે પાણીમાં મોટરો મુકવામાં આવી છે તેના કારણે પાછળની સોસાયટીઓમાં પાણી આવતું નહીં તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે. તે વિસ્તારમાં જે સોસાયટીઓમાં મોટરો મૂકે છે તેમના નળ કનેકશન પાલિકા દ્વારા કાપી નાખવા જોઈએ તેવી માંગ સોસાયટી રહીશો કરી રહ્યા છે.

પાલિકા એક બાજુ વેરો વધાર્યો છે, ત્યારે બીજી બાજુ ઉનાળામાં પાણી ના આવતા મજબૂર મહિલાઓ અને બાળકો ટેન્કરના સહારે જીવી રહ્યા છે. આ સોસાયટીના રહીશ દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, પાલિકા પાણી આપે અને મોટરો મૂકે છે તેમની સામે કાર્યવાહી કરે તેવી અમારી માગ છે.
