ઉમરગામના મરોલીમાં રહેલા બારી બારીયા સમાજના એક વ્યકિતને સમાજના આગેવાનો પરેશાન કરતા હોવાની રાવ | A person of Bari Bariya community in Maroli of Umargam is said to be harassed by community leaders | Times Of Ahmedabad

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક

આજે આપનો દેશ ભારત વિકાસ ની યાત્રામાં હરણફાળ ભરી રહ્યું છે ,ત્યારે આવતા દિવસોમાં ભારત વિશ્વ સત્તા બને તેવા સપના ભારતવાસીઓ જોઈ રહ્યા છે.ત્યારે 21મી સદીમાં પણ આજે પણ કેટલાક વિસ્તારોમાં જાતિવાદના વાડાઓ જોવા મળી રહ્યા છે .ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના મરોલી ગામે રહેતું એક પરિવાર છેલ્લા બે દશકથી સમાજના ઠેકેદારોના ત્રાસના કારણે જાતિવાદનો ભોગ બની રહ્યા છે. સમાજની દીકરીએ અન્ય જ્ઞાતિના દીકરા સાથે લગ્ન કર્યા હોવાના આક્ષેપ સાથે સામાજિક બહિષ્કાર કર્યો છે. ત્યારે દીકરીના પતિ પોતે પણ તે જ સમાજમાંથી આવતા હોવાના સર્ટિફિકેટ રજૂ કરે છે. તેમ છતાં પણ કોણ જાણે આ સમાજના ઠેકેદારો આ પરિવારને સુખેથી જીવવા દેતા નથી તેની રાવ સાથે પરિવારે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી દરમ્યાન ગીરી કરવા માંગ કરી છે. પરિવારના સભ્યોએ ન્યાય માટે જરૂરી કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ દાદ માંગી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ખાતે રહેતો એક છોકરીએ 27 વર્ષ પહેલાં મહારાષ્ટ્ર રહેતા બારીયા સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા. જે બાદ દંપતી મરોલી ખાતે રહેવા લાગ્યું હતું. તે પરિવારના સભ્યો સાથે કોઈએ સંબંધ ન રાખવા બારી બારીયા સમાજના અગ્રણી દિલીપ બારીયાએ ફરમાન જાહેર કર્યું હતું. સમાજ રાહે પરિવારે તમામ પુરાવા રજૂ કર્યા બાદ પણ સમાજના અગ્રણીઓ આ પરિવારને સ્વીકારવા તૈયાર નથી. પરિવારની એક દીકરીએ બારી સમાજના યુવક સાથે 5 વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા છે. સમાજ રાહે બેંને પરિવાર લગ્ન માટે તૈયાર છે. ત્યારે સમાજના અગ્રણીઓ પૈકી માત્ર દિલીપભાઈ બારીયા યુવકને યુવતી સાથે લગ્ન કરવા ના પાડી રહ્યા છે. જેને લઈને યુવતીના માતા પિતાએ આજે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને બારી બારીયા સમાજના પરિવારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બારી-બારીયા સમાજના 13થી વધારે ગામો આવેલા છે. મોટાભાગના ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી નથી પરંતુ મરોલી ગામના કેટલાક ગણ્યા ગાઠ્યાં ઠેકેદારો આ પ્રકારના પૂર્વગ્રહ રાખીને આ પરિવારને કનડગત કરી રહ્યા છે. તેઓ આક્ષેપ હાલે રવિન્દ્રભાઈનો પરિવાર કરી રહ્યો છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના ભાતખાડી વિષ્ણુ ફળિયામાં હાલ રહેતા રવીન્દ્રભાઈ બારીયાએ 27 વર્ષ પહેલાં ગામની યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. ત્યાર બાદ પરિવાર સાથે ગામમાં રહેવા લાગી હતી. સમાજના અગ્રણીઓએ વર્ષોથી પરિવારને બારી બારીયા સમાજના ન હોવાનું જણાવી રહ્યા છે. જેની માટે રવીન્દ્રભાઈ બારીયાએ જન્મનો દાખલો સહિતના તમામ પુરાવા બતાવ્યા છત્તા સમાજના દિલીપભાઈ બારી નામના અગ્રણી વિરોધ નોંધાવી પરિવારને કનડગત કરી રહ્યા છે. જે અંગે ધારાસભ્ય રમણલાલ પાટકરને પણ રવિન્દ્ર બારીયાએ રજુઆત કરી દરમ્યાન ગીરી કરવા જણાવ્યુ હતું. સમાજના અગ્રણીએ ધારાસભ્યની વાત પણ ન માનીને બારી બારીયા સમાજનું સંવિધાન આગળ કરીને પરિવારને સમાજમાં સ્વીકારવા તૈયાર નથી. રવિન્દ્ર બારીયાની દીકરી ચાંદનીએ 5 વર્ષ પહેલાં બારીયા સમાજના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ યુવક યુવતીના પરિવારના સભ્યો હાલમાં સમાજ રાહે લગ્ન કરાવવા તૈયારી દર્શાવી હતી. ત્યારે સમાજના અગ્રણી દિલીપ નગીનભાઈ બારી લગ્ન કરવા અડચણ ઉભી કરી રહ્યા છે.

મરોલી ગામના બારીયા સમાજના આ પ્રકારના અક્કડ વલણ અને ગેરમાન્યતાઓના કારણે રવીન્દ્ર બારીયાનું પરિવાર છેલ્લા બે દશકથી નાત બાર છે. સામાજિક કાર્યક્રમથી તેમને દૂર રાખવામાં આવે છે અને જો કોઈ ગામનો વ્યક્તિ તેમની સાથે સંબંધ રાખે છે તો તેમને આર્થિક દંડ તેમજ સામાજિક બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. ત્યારે ત્રાસી ગયેલો આ પરિવાર ને વહીવટી તંત્ર રક્ષણ નહીં આપે તો આવતા દેશોમાં આ પરિવાર ધર્માંતરણ કરે તો નવાઈ નહીં. સમાજ દ્વારા જ્ઞાત બહાર કરવાના નિર્ણય સામે હાલ કલેક્ટર સામે રાવ કરી રહ્યા છે.

Previous Post Next Post