લોકોમાં ઘરમાંથી મોબાઈલ અને રોકડ ચોરનાર પોલીસે પકડ્યો, કોરોના ટેસ્ટ કરાવવા લઈ જતા સમયે નાસી છૂટ્યો | A person who stole mobiles and cash from people's houses was caught by the police, escaped while taking them for corona test | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Person Who Stole Mobiles And Cash From People’s Houses Was Caught By The Police, Escaped While Taking Them For Corona Test

રાજકોટ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં અલગ અલગ ઘરોમાં મૂકબધીરનો સ્વાંગ રચી ઘુસી જઇ મોબાઈલ ફોન તેમજ રોકડ ચોરી લેતો સરવનન ગણેશન (ઉ.વ.25)ને LCB ઝોન 2ની ટીમે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં પાંચથી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ તસ્કર હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં રિમાન્ડ પર હતો. જેને કોરોના ટેસ્ટ કરાવવા લઈ જતી વખતે લોકઅપમાંથી બહાર કાઢતા પહેલા માળે થઈ ત્રીજા માળે જઇ પાઈપથી નીચે ઉતરી ઠેકડો મારી ભાગી જતા દોડધામ મચી જવા પામી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા આરોપી ત્રિકોણબાગ સુધી ગયો હોવાનું દેખાયું છે. હાલ એ ડિવિઝન પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મૂકબધીર પોલીસની સરભરાથી પોપટ બની બોલવા લાગ્યો
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં દસ દિવસની અંદર પાંચ મકાનોમાં મૂકબધીર બનીને ચોરીને અંજામ આપનાર ચોરની LCB ઝોન 2 દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ચોર પકડાયા બાદ પહેલાં તો તેણે મૂકબધીર મતલબ કે બોલી-સાંભળી ન શકતો હોવાનું નાટક કરતાં પોલીસ પણ મૂંઝાઈ હતી. આ પછી પોલીસે તેની આગવી ઢબે સરભરા કરતાં તે બોલવા લાગ્યો હતો. જો કે ચોર માત્ર તમીલ ભાષા જ બોલતો હોવાને કારણે પોલીસ મુંઝાઈ હતી અને આ પછી પોલીસે ગૂગલ ટ્રાન્સલેટર અને દૂભાષીયાની મદદ લઈને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ શખ્સ પોતે મૂકબધીર હોવાનો સ્વાંગ રચી સહાય મેળવવા માટે શંકાસ્પદ હિલચાલ કરતો હોય પોલીસને શંકા જતાં તેની સઘન પૂછપરછ શરૂ કરાઈ હતી. પોલીસે તસ્કરની અલગ-અલગ ઢબે પૂછપરછ કરતાં આખરે તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે તેનું નામ સરવનન ગોવિંદન (ઉ.વ.25) છે. પોતે મુળ તમીલનાડુનો રહેવાસી છે અને હાલ રાજકોટમાં રહે છે.

મજૂરી કરતો હતો પછી ચોરી તરફ વળ્યો
સરવનને કહ્યું હતું કે થોડા સમય પહેલાં તે તમીલનાડુમાં મજૂરીકામ કરી રહ્યો હતો ત્યારે તેનો સંપર્ક શક્તિ કે જે હાલ ખોડિયારનગર શેરી નં.39માં રહે છે તેની સાથે થયો હતો. આ વેળાએ શક્તિએ તેને કહ્યું હતું કે મજૂરીકામ કર્યે કશું જ નહીં વળે એટલા માટે આપણે ચોરી કરીએ! આ પછી શક્તિએ સરવનને એમ કહ્યું કે તું મૂકબધીર હોવાનું નાટક કરી રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ઘરમાં ઘૂસી જજે અને ઘરમાં ઘૂસ્યા બાદ જો કોઈ અંદર જોવા ન મળે તો ચોરી કરીને બહાર નીકળી જજે અને જો મકાન માલિક જાગી જાય તો પછી તેને મૂકબધીરનું સર્ટિફિકેટ બતાવીને સહાય માંગવા આવ્યો છો તેમ કહી દેજે.

અંગ્રેજીમાં સર્ટિફિકેટ તૈયાર કર્યુ
આ પછી સરવનને અંગ્રેજીમાં જ પોતે મૂકબધીર છે અને સહાય મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છે તેવું સર્ટિફિકેટ તૈયાર કરી લીધું હતું અને દસ દિવસની અંદર અલગ અલગ પાંચ ઘરમાં ઘૂસીને ચોરી કરી હતી. પોલીસે સરવનની ધરપકડ કરી તેના કબજામાંથી અલગ-અલગ કંપનીના 14 સીમકાર્ડ ઉપરાંત આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ 3100 રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આઇઓપીએ આચરેલ ગુનાની વિગત
(1) આઠ દિવસ પહેલાં યોગીનગર શેરી નં.2, મધુરમ ડેરીની બાજુમાં આવેલ મકાનમાં ચોરી કરી હતી
(2) પાંચ દિવસ પહેલાં ગાંધીગ્રામમાં ગાંધીનગર સોસાયટી શેરી નં.4માં દેવર્ષિ નામનું મકાનમાં ચોરી કરી હતી
(3) ચાર દિવસ પહેલાં રામકૃષ્ણનગર, મ્યુનિસિપલ કમિશનર બંગલાની બાજુમાં અલ્કાપીઝ નામનું મકાનમાં ચોરી કરી હતી
(4) ચાર દિવસ પહેલાં યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2માં શિવ સંગમ સોસાયટી શેરી નં.1માં આવેલું મકાનમાં ચોરી કરી હતી
(5) બે દિવસ પહેલાં રૈયા રોડ પર નાગરિક બેન્ક પાસે રાધિકા પાર્કમાં આવેલું મકાનમાં ચોરી કરી હતી.