પંચમહાલ (ગોધરા)5 કલાક પહેલા
- કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાં ગોધરાનું સૌભાગ્ય કે તેને મેસરી જેવી નદી મળી છે, પરંતુ પ્રજા તેમજ તંત્રની બેદરકારીથી નદી મૃતપ્રાય જોવા મળી રહી છે. ગોધરાના નગરપાલિકાના માજી સભ્ય યાકુબ બક્કર તપેલી દ્વારા મેસરી નદીને પુનઃજીવિત કરવા તેમજ આગામી દિવસોમાં ચોમાસાના ઋતું આવી રહી છે. ત્યારે તાત્કાલીક મેસરી નદીની સાફ સફાઈ કરવામાં આવે તે માટે ગોધરામાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાંથી પસાર થતી એકમાત્ર નદી જે મેશરી નદીના નામે ઓળખાય છે. હાલમાં આ નદી એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહી છે અને એવું લાગતું નથી કે આ એ જ નદી છે. જ્યાં ભૂતકાળમાં લોકો સવાર સાંજ ફરવા માટે આવતા હતા અને ઉનાળાની ઋતુમાં લોકો મોડે સુધી નદીની ઠંડકનો લ્હાવો લેતા હતા. હાલ આ નદીમાં ચો તરફ ઝાડી ઝાંખરા અને માટીના ઢગલા થીગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. આ નદી શહેરના મધ્યમાંથી પસાર થતી હોય અને ગામના બે કાંઠે વહેંચાયેલું છે ચોમાસાના નહીવત પાણીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ નદીનું લેવલ એકદમ ઉપર આવી ગયેલી હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી લોકોના ઘરોમાં ભરાઈ જાય છે અને મોટું આર્થિક નુકસાન થાય છે.
હાલ આ નદી ગોધરાથી વ્હોરવાડ તરફ જતા કોઝવેથી સિવિલ હોસ્પિટલ તરફ જતા કોઝવેથી નજર કરીએ તો આ કોઝવે નદી કરતા લગભગ બે ફૂટ નીચે દેખાય છે. આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવી રહી છે. જો સમય સફાઈ નહીં કરવામાં આવે તો મોટું આર્થિક નુકસાન તેમજ જાનહાની થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જેથી આ નદીને યુદ્ધના ધોરણે તાત્કાલિક નિયમ અનુસાર નદીને સાફ સફાઈ તેમજ જરૂરિયાત જેટલી ઊંડાઈ કરવામાં આવે તો અગામી દિવસોમાં મોટું નુકસાન થતું બચી શકે છે. અગાઉ પણ આ નદીના અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ લાગતા વળગતા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એકવાર ગોધરાના નગરપાલિકાના માજી સભ્ય યાકુબ બકકર તપેલીએ ગોધરાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.