જુનાગઢ5 કલાક પહેલા
- કૉપી લિંક
જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરને વીજ કંપની દ્વારા 13 લાખ રૂપિયાનું પૂરવણી બિલ ફટકારવામાં આવતા વિવાદ સર્જાયો છે. મંદિરના સ્વામી દ્વારા આ મામલે કાનૂની સલાહ લીધા બાદ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. તો વીજ કંપનીના ઈજનેર દ્વારા આ પૂરતી તપાસ બાદ જ બિલ આપવામાં આવ્યું હોવાની વાત કરી હતી.
જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના વીજ મીટરમાં રીડીંગમાં કોઈ પ્રોબ્લેમ જણાતા વીજ કંપની દ્વારા મીટરને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. જેમાં યુનિટ બંધ હોવાનું જણાતા તપાસ કરી પેન્ડિંગ યુનિટ ગણવામાં આવ્યા હતા અને મંદિરને 13 લાખ રૂપિયાનું પેન્ડિંગ બિલ ફટકારવામાં આવ્યું હતું.
આ બાબતે પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ દ્વારા સંસ્થાને જે 13 લાખ નું બિલ આપવામાં આવ્યું છે તેના માટે અમે કાનૂની નિષ્ણાંત પાસેથી સલાહ લઈશું. ખરેખર વાસ્તવિકતા પ્રમાણે 13,લાખ કોઈ નાની રકમ નથી અને માત્રને માત્ર સંસ્થાએ ભરવા માટેની જ્યારે પીજીવીસીએલ ફરજ પાડે છે ત્યારે એ બાબતે કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ પછી આગળ વિચારીશું કે કઈ રીતે કાર્યવાહી કરવી. કારણકે પીજીવીસીએલની ભૂલના કારણે આ 13 લાખનું બિલ અમારી સંસ્થાને આવ્યું છે. આમાં સંસ્થાની કોઈ ભૂલ નથી
અધિક્ષક ઇજનેર બી ડી પરમારએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પેટા વિભાગ કચેરી કે જે સીટી ડિવિઝન હેઠળ આવે છે તેમના એક ગ્રાહક જવાહર રોડ સ્વામી મંદિર આવેલું છે તેમને થ્રી ફેઇજ નું વીજ જોડાણ અને તે મીટરના જે રીડિંગ હતા તેમાં ક્ષતિ જણાતા તે મીટરને લેબોરેટરીમાં મોકલવામાં આવેલું હતું.અને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. અને જે રીડિંગ હતા તે મીટર પોઇન્ટ લેવામાં (ગણતરી) કરવામાં આવતી ખરેખર પોઇન્ટ ન હતા. મીટરમાં જે સાચા રીડિંગ આવેલા હતા તેનું અંદાજે 13 લાખ રૂપિયા જેવું બિલ ઇસ્યુ કરી સ્વામિનારાયણ સંસ્થાને સૂચના આપેલી છે.
વધુમાં બી.ડી પરમાર જણાવ્યું હતું કે નાયબ ઇજનેર સાથે વાત કરતા જણાવ્યું હતું કે મીટર યુનિટનો જે પોઇન્ટ હતો તે ડિસ્પ્લેમાં બતાવતો હતો. કે સાચે મીટરમાં પોઇન્ટ છે પરંતુ વાસ્તવિકતામાં આ પોઇન્ટ ન હતો અને તેની જાણ થતા નાયબ ઇજનેર જાતે સ્થળ નિરીક્ષણ કરી મીટર લેબોરેટરીમાં ચેક કર્યા બાદ સાચી હકીકત જાણ્યા બાદ આ પુરવણી બિલ આપવામાં આવ્યું છે.