વડોદરા14 મિનિટ પહેલા
- કૉપી લિંક

જેલમાં દિવસો પસાર કરી રહેલ દુષ્કર્મના આરોપી રાજુ ભટ્ટની ફાઇલ તસવીર
શહેરમાં ચાર વર્ષ પહેલા ભારે ચકચાર જગાવનાર સી.એ અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટને સંડોવતા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં રાજુ ભટ્ટે અત્રેની કોર્ટમાં મુકેલી જામીન અરજી સામે ગોત્રી પીઆઇએ સોંગદનામું રજુ કર્યું છે. જેમાં આરોપીને જામીન ન આપવા કોર્ટને જણાવ્યું છે. કોર્ટને જણાવ્યું છે કે, આ કેસમાં પીડિતા ફરિયાદીએ 164 મુજબ નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાં આ કેસની પીડિતા ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થઇ છે.
હોસ્ટાઇલ થતા ચકચાર મચી
સપ્ટેમ્બર 2021માં બનેલા આ બનાવમાં હરિયાણાની યુવતી સાથે થયેલા કથિક દુષ્કર્મ કેસમાં ખુદ ફરિયાદીએ તાજેતરમાં કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટે મારી સાથે દુષ્કર્મ કર્યું નથી. આ નિવેદન બાદ હાલમાં જેલમાં દિવસો પસાર કરી રહેલા આ કેસના આરોપી અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટે તેઓના ધારાશાસ્ત્રી મારફતે જામીન અરજી મુકી હતી.
FRI પ્રથમ પુરાવો છે
આ જામીન અરજીના અનુસંધાનમાં ગોત્રી પોલીસ મથકના પીઆઇ એમ.કે. ગુર્જરે આરોપી રાજુ ભટ્ટને જામીન ન આપવા માટે સોંગદનામું રજુ કર્યું છે. સોંગદનામામાં જણાવ્યું છે. આરોપીઓ આર્થિક રીતે સુખી સંપન્ન છે અને આ કેસના સાક્ષીઓને નુકશાન પહોંચાડી શકે છે. એથી વધારે આ કેસની પીડિતા ફરિયાદી આરોપીઓ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ જ આ ગુનાનો પ્રથમ પુરાવો છે.

રાજુ ભટ્ટની ફાઇલ તસવીર
જામીન આપવા ન જોઇએ
ગોત્રી પીઆઇ એમ.કે. ગુર્જરે સોંગદનામામાં એમ પણ જણાવ્યું કે, આ કેસના પીડિતા ફરિયાદી કોર્ટ સમક્ષ 164 મુજબનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ અશોક જૈન, રાજુ ભટ્ટ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. ત્યારે આરોપી રાજુ ભટ્ટને જામીન આપવા જોઇએ નહિં.
વીડિયો વાઇરલ થયા હતા
નોંધનીય છે કે, યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સી.એ. અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરતા સનસનાટી મચી ગઇ હતી. જે તે સમયે ફરિયાદીના અને આરોપી અશોક જૈન તથા રાજુ ભટ્ટ સાથેના અશ્લિલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં સમગ્ર શહેરમાં આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.
ડીસીબીએ ધરપકડ કરી હતી
યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં કરેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, C.A.અશોક જૈન તથા રાજુ ભટ્ટ દ્વારા મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ હાઇપ્રોફાઇલ બનેલા આ ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. શહેર ક્રાઇમ બ્રાંચે તપાસ દરમિયાન ગણતરીના દિવસોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટને ઝડપી પાડ્યા હતા.