શુક્રવારે PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 1548 આવાસોનું લોકાર્પણ અને 1010 આવાસોનું ખાતમુહૂર્ત થશે | 1548 housing units will be launched and 1010 housing units will be inaugurated in the virtual presence of PM Modi on Friday. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 1548 Housing Units Will Be Launched And 1010 Housing Units Will Be Inaugurated In The Virtual Presence Of PM Modi On Friday.

રાજકોટ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી તા.12ના રોજ PM મોદી રાજયમાં જુદી જુદી આવાસ યોજનાઓના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. જે અંતર્ગત ત્યારે રાજકોટ મહાપાલિકાની પાંચ આવાસ યોજનાના 1548 ફલેટના લોકાર્પણ કરવામાં આવશે. તો વોર્ડ નં.3માં પોપટપરા વિસ્તારમાં રૂપિયા 5.50 લાખની કિંમતના કુલ 1010 આવાસનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. આ અંગે આજે મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ સહિતનાઓએ સત્તાવાર વિગતો આપી હતી.

PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ
પ્રાપ્ત વિગતો મુજબ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.119.86 કરોડના ખર્ચે નિર્માણ પામેલ EWS-1 EWS-2 કેટેગરીના 1548 આવાસોનું ઈ-લોકાર્પણ તથા રૂ.119.05 કરોડના ખર્ચે EWS-2 કેટેગરીના 1010 આવાસોનું ઈ-ખાતમુહુર્ત તા.12ના શુક્રવારે સવારે 11 કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમના હસ્તે કરવામાં આવશે.

પાંચ સાઇટ પર આવાસ બંધાયા
મનપા દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ સોરઠીયાવાડી સર્કલ પાસે રૂ. 30.52 કરોડના ખર્ચે 528, કણકોટ રોડ પર રૂ 28.33 કરોડના ખર્ચે 400, મવડી મુકિતધામ પાસે અને રૂ. 61.01 કરોડના ખર્ચે 620 આવાસ બનાવવામાં આવ્યા છે. કુલ 119.86 કરોડના ખર્ચે પાંચ સાઇટ પર આ આવાસ બંધાયા છે. જે લાભાર્થીઓને સોંપવામાં આવશે.

આટલી સુવિધા મળશે
આ ઉપરાંત પોપટપરા વિસ્તારમાં ટીપી 19માં ફાઇનલ પ્લોટ નં.12-A તથા 12-Bમાં EWS-2 કેટેગરીમાં રૂ. 119.05 કરોડના ખર્ચે 1010 આવાસ બનાવવામાં આવશે. તે કામનો પ્રારંભ પણ પ્રધાનમંત્રી ઓનલાઇન કરાવશે. 1.5 બીએચકેના આ આવાસની કિંમત 5.50 લાખ નકકી કરવામાં આવી છે. જે માટેના ફોર્મ થોડા સમય બાદ બહાર પાડવામાં આવનાર છે. આ રીતે નવા નાણાંકીય વર્ષમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે વધુ એક આવાસ યોજનાનું કામ શરૂ થશે.

Previous Post Next Post