બીલીમોરા મારામારી પ્રકરણમાં આઠ આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો | Police arrest eight accused in Bilimora brawl case | Times Of Ahmedabad

નવસારીએક કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીના ચીખલી તાલુકાના ગામમાં ઉપસરપંચને પરોપકાર કરતા માર પડ્યો હતો. મારામારીમાં ઘાયલ થયેલા યુવાનને સારવાર માટે લઈ જવાની અદાવતમાં 8 ના ટોળાએ ઉપ સરપંચ પર ઘાતકી હુમલો કરી નાસી જતા બીલીમોરા પોલીસે તમામની ધરપકડ કરી હતી. સાથે આજે બીલીમોરા પોલીસ સ્ટેશનથી રેલવે ગરનાળા કે જ્યાં મારામારી થઈ હતી. ત્યાં સુધી રી કન્સ્ટ્રક્શન કરવા સાથે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

જીવનમાં ક્યારેક ભલાઈ કરવા જતા ભેરવાઈ પણ જવાય એવી પણ ઘટના બનતી હોય છે.ચીખલી તાલુકાના ચિમલા ગામે 27મી એપ્રિલના રોજ ગામના દીપક પટેલ ઉપર ટોળકીએ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ યુવાન દીપકને માનવતાના ધોરણે ગામના ઉપસરપંચ સારવાર અપાવવા માટે બીલીમોરા લઈ ગયા હતા જેથી પરત ફરતી વેળા દિપક પટેલ ઉપર હુમલો કરનારા ટોળકી એ ઉપસરપંચ પર એમ કરીને હુમલો કર્યો કે કેમ સારવાર અપાવી આ સમગ્ર મામલાને લઈને આઠ સભ્યોને બીલીમોરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.દીપક પટેલ અને હિતેશ પટેલ વચ્ચે કોઈ કારણોસર બનાવ થયો હતો.

જે મામલે 27મી એપ્રિલના રોજ ચિમલા ગામમાં હિતેશ પટેલની ટોળકીએ દીપક પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો જેની જાણ ચીમલા ગામના સરપંચ હરીશ પટેલને થઈ હતી માનવતાના ધોરણે હરીશ પટેલે ઘાયલ યુવાન દિપકને સારવાર અપાવવા માટે બીલીમોરા ની ગુપ્તા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં દિપકના પરિવારજનો આવી જતા તેઓ હોસ્પિટલમાંથી નીકળી ફરીવાર સીમલા ગામ જવા નીકળ્યા હતા અગાઉથી ઊભા રહેલા હિતેશ પટેલના સાગરિતોએ ઉપસરપંચની ગાડી રોકીને ગાળા આપી હતી અને કહ્યું હતું કે દિપક ને કેમ સારવાર અપાવી વિવાદ વધતા ટોળકી માના એક સભ્ય એ હરીશ પટેલ ઉપર હુમલો કરી દીધો હતો જેની ફરિયાદ થતા બીલીમોરા પોલીસે હુમલો કરનાર આઠમી ધરપકડ કરી છે.બીલીમોરા પોલીસે તમામને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બીજી તરફ દીપક પટેલે પણ હિતેશ પટેલ વિરુદ્ધ ચીખલી વિસ્તારમાં મારામારીની ફરિયાદ આપી છે.