સુરેન્દ્રનગર5 કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને પોલીસ એક્શન મોડમા આવતા અફડાતફડી મચી જવા પામી છે. જેમાં લીંબડીના રાજકવિ ચોક, શાકમાર્કેટ, સરોવર ચોક, બજાર વિસ્તાર અને ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું હતુ.
લીંબડી શહેરમાં ચારેબાજુ દબાણો અને વાહનોના આડેધડ પાર્કીંગના લીધે ટ્રાફિકની સમસ્યા મોટા પાયે વકરી છે. આથી લીંબડી પીએસઆઇ ડી.બી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે એક્શન મોડમાં આવી લીંબડીના ભીડભાડવાળ વિસ્તારમાં અને શાકમાર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં નડતર રૂપ વાહનચાલકો, આડેધડ પાર્કિંગ સહિતના દબાણો હટાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
અને લીંબડીના રાજકવિ ચોક, શાકમાર્કેટ, સરોવર ચોક, બજાર વિસ્તાર અને ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે લીંબડી પોલીસ ટ્રાફિક સમસ્યાના મામલે એક્શન મોડમાં આવતા ગેરકાયદેસર દબાણો કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.