- Gujarati News
- Local
- Gujarat
- Anand
- Police Nab Lover Who Attacked Jilted Girlfriend In Petlad, Fatally Assaulted Her With An Iron Hammer, Causing Serious Head Injuries
આણંદ8 કલાક પહેલા
- કૉપી લિંક
પેટલાદ શહેરમાં રહેતી યુવતી છુટાછેડા બાદ અલગ રહેતી હતી અને એક પરિણીત પુરૂષના પ્રેમમાં પડી હતી. જોકે, આ બાબત પ્રેમીની પત્નીને જાણ થતાં તેણે યુવતીનો ઉધડો લીધો હતો. જેથી તેણે સંબંધ કાપી નાંખ્યાં હતાં. જોકે, પ્રેમી સતત તેની પજવણી કરતાં તેની સામે પોલીસમાં અરજી કરી હતી. આ અરજી પરત ખેંચવા પ્રેમીએ ઝઘડો કરી તેને માથામાં હથોડીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો. આ અંગે પેટલાદ પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પેટલાદના સરકારી દવાખાનામાં પાછળ આવેલા પ્રિયા ફ્લેટમાં રહેતા આણંદ જિલ્લાના પેટલાદમાં સરકારી દવાખાના પાછળ આવેલ પ્રિયા ફ્લેટમાં રહેતાં 30 વર્ષીય શીતલબેન જેસંગભાઈ ગોહેલના લગ્ન દશેક વર્ષ અગાઉ ગામમાં જ રહેતાં એક યુવક સાથે થયાં હતાં. જેનાથી શીતલબેનને બે સંતાનો થયાં હતાં. જોકે, લગ્નના આઠ વર્ષ બાદ પતિ તેમજ સાસરીપક્ષ સાથે અણબનાવ બનતાં શીતલબેને છુટાછેડાં લીધાં હતાં.
મહત્વનુ છે કે છૂટાછેડા બાદ એકલવાયું જીવન જીવતા શીતલબેનને છેલ્લાં પાંચેક માસથી શીતલબેને રાસનોલ ગામના પરિણીત દિલીપભાઈ યશવંતભાઈ ગોહેલ સાથે પ્રેમસબંધ બંધાયો હતો. દિલીપભાઈ અવારનવાર શીતલબેનના ઘરે આવ-જા પણ કરતાં હતાં. આની જાણ દિલીપભાઈના પત્નિને થતાં તેઓએ શીતલબેને ફોન કરી ઠપકો આપ્યો હતો. જેથી શીતલબેને આ મામલે દિલીપભાઈ સાથે સબંધનો અંત આણ્યો હતો અને પોતાના ઘરે ન આવવા જણાવ્યું હતું. તેમ છતાં દિલીપભાઈ અવારનવાર શીતલબેનના ઘરે પહોંચી જતો હતો અને સબંધ રાખવા માટે દબાણ કરી, ઝઘડો કરતો હતો. ક્યારેક-ક્યારેક ઝઘડો ઉગ્ર બને તો મારપીટ પણ કરતો હતો.
આ દરમ્યાન ચાર દિવસ અગાઉ દિલીપે મારઝુડ કરતાં શીતલબેને આ મામલે 181 અભયમમાં અરજી આપી હતી. જે બાદ દિલીપભાઈએ 181 માં આપેલ અરજી પરત ખેંચી લેવા શીતલબેન ઉપર દબાણ કરી, ઝઘડો કર્યો હતો. જેથી શીતલબેને આ મામલે પેટલાદ રૂરલ પોલીસમથકમાં ફરીયાદ આપી હતી. જે બાદ શનિવારના રોજ બપોરના સમયે શીતલબેન પોતાના ઘરે હતાં. તે વખતે દીલીપભાઈ એકાએક ત્યાં આવી ચડ્યો હતો અને 181 અભયમમાં આપેલ અરજી તેમજ પેટલાદ રૂરલ પોલીસમથકમાં આપેલ ફરીયાદ પરત ખેંચવાનું કહી ઝઘડો કર્યો હતો. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં દિલીપભાઈએ હાથમાંની લોખંડની હથોડી વડે જીવલેણ હુમલો કરી શીતલબેનના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. આ મામલે શીતલબેનની ફરીયાદને આધારે પેટલાદ ટાઉન પોલીસે દિલીપભાઈ યશવંતભાઈ ગોહેલ સામે ગુનો નોંધી સોમવારના રોજ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.