સુરત16 મિનિટ પહેલા
- કૉપી લિંક
સગર્ભાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
સુરતમાં 108 એમ્બ્યુલન્સ ફરી દેવદૂત સાબિત થઈ છે. ઓલપાડ તાલુકામાં એક સગર્ભા મહિલાને ડીલવરીનો દુખાવો ઉપડતા 108ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. સગર્ભાની પરિસ્થિતિ જોતા ઘરે જ ડીલવરી કરવાની ફરજ પદી હતી. જેથી 108ની ટીમે ઘરમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને બાળકને વધુ સારવાર માટે ઓલપાડ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સગર્ભાને હોસ્પિટલ લઈ જઈ શકાય તેમ ન હતી
સુરતમાં રાંદેર લોકેશનની 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કે ઓલપાડ તાલુકામાં રહેતા 28 વર્ષીય રોલીદેવી સનીભાઈ પરમારને પ્રસુતિની પીડા ઉપડી હતી જેથી તેણીને હોસ્પિટલ લઇ જવાની હતી. રાંદેર લોકેશનના ઈએમટી શબ્બીર બેલીમ અને પાઇલોટ તેજસભાઇ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. મહિલાને આ ચોથી ડિલિવરી હતી અને મહિલાને પ્રસુતિનો દુઃખાવો ખુબજ થઈ રહ્યો હતો. સગર્ભાની હોસ્પિટલ લઇ જવી પણ શક્ય ન હતી. જેથી 108ની ટીમે ઘરે જ ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 108ની ટીમે ઘરમાં જ ડિલિવરી કીટથી સફળ ડિલિવરી કરાવી હતી.
સગર્ભાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો
મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. મહિલાએ પુત્રને જન્મ આપતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારજનો દ્વારા 108ની કામગીરીને સરાહી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો. હાલ મહિલા અને બાળકની તબિયત સ્વસ્થ છે. માતા અને બાળકને વધુ સારવાર માટે ઓલપાડ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યા હતા.
108 એમ્બ્યુલન્સ સેવા દેવદૂત સમાન સાબિત થઇ
સુરત શહેરમાં સગર્ભા મહિલાઓ માટે 108 એમ્બ્યુલન્સ સેવા દેવદૂત સમાન સાબિત થઇ છે. અગાઉ 108ની ટીમે શૌચાલય, રીક્ષા, એમ્બ્યુલન્સ, ખેતર વગેરે જગ્યાઓ પર સફળ ડિલિવરી કરાવી હતી. ત્યારે વધુ એક વખત 108ની ટીમે સફળ ડિલિવરી કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.