Monday, May 29, 2023

ભિલોડાના લીલછા ગામે પ્રતિષ્ઠાનો મંડપ થયો ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં | Prestige Mandap collapses in Bhiloda's Leelacha village, fortunately no casualty | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભયંકર વાવાઝોડાના કારણે ભિલોડાના લીલછા ગામમાં પ્રતિષ્ઠા મંડપ ધરાશાયીના દ્રષ્યો આવ્યા સામે આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ખબકેલા કમોસમી વરસાદ અને તોફાની વાવાઝોડાના કારણે જિલ્લાના અનેક સ્થાનો પર તારાજી જોવા મળી હતી. જિલ્લાના માલપુર, મોડાસા, ભિલોડા અને મેઘરજ તાલુકામાં વાવાજોડાની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે. ત્યારે ખાસ ભિલોડા તાલુકાના લીલછા ગામે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ હતો. રાત્રે સંતવાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતવાણી કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ ભારે પવન અને વાવાજોડા સાથે વરસાદ શરૂ થયો હતો. પવનની એટલી સ્પીડ હતી કે પ્રતિષ્ઠાનો આંખે આખો મંડપ ઉડ્યો હતો. જો કે ભારે પવાન આવતા દરેક ગ્રામજનો મંડપની બહાર નીકળી ગયા હતા. જેથી કોઈ જાનહાની થઈ નહોતી.

ઘટના બનતા જ ગામના સેવાભાવી યુવાનો દ્વારા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મૂર્તિ પ્રતિષ્ઠા માટે બનાવેલ યજ્ઞ કુંડ, માતાજીની પીઠો તેમજ વૈદિક ચતુરવેદ યજ્ઞ મંડપને બચાવી લેવામાં આવ્યો હતો. આમ ભારે વરસાદે તારાજી સર્જી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.