અમીરગઢના વિરમપુર ખાતે સમભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો | A program was organized by Sambhav Trust Ahmedabad at Virampur, Amirgarh in the presence of the Health Minister | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કુપોષણના લીધે એકપણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એ માટે મારુ ગામ કુપોષણ મુક્ત ગામનું આહવાન કરતા ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા કહ્યું હતુ આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે સમભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો સ્વ. ભાનુબેન ભુપતભાઈ વડોદરીયા સારવાર કેન્દ્ર, પ્રમુખ વિધાલય , વિરમપુર ખાતે યોજાયેલા કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત મંત્રી ઋષિકેશભાઈ પટેલે 100 કુપોષિત સગર્ભા બહેનો અને 130 ટી.બી.ના દર્દીઓને પોષણકીટનું વિતરણ કર્યું હતું.

કુપોષણના લીધે એકપણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એની ચિંતા કરતાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે મારુ ગામ કુપોષણ મુક્ત ગામ નું આહવાન કરતાં ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું 12 વર્ષ થી 22 વર્ષની દીકરીના આરોગ્યનું સતત મોનીટરીંગ કરી દીકરીઓને આરોગ્ય લક્ષી સુવિધાઓ, સેવાઓ અને યોજનાઓનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 2025 સુધીમાં ટી. બી. મુક્ત ભારતના સંકલ્પને સાર્થક કરવા લોકોને પણ જાગૃતતા કેળવી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

ગુજરાતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓને કારણે માતા મરણનો રેશિયો જે 172 હતો એ ઘટાડીને 57 થયો છે એમ જણાવતાં મંત્રી એ સરકાર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ અભિયાન અને યોજાનાઓની માહિતીને ચિતાર આપી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આગ્રહ કર્યો હતો. વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા જે વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોય એ બીજા પાંચ વ્યક્તિઓને આ કાર્ડનો લાભ અપાવવાનો સંકલ્પ કરે એવો અનુરોધ કર્યો હતો મંત્રીએ સમાજ અને સરકાર ભેગા મળી આરોગ્યલક્ષી અભિયાનમાં જોડાશે ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે એવું ભારપૂર્વક જણાવતાં સરકારના આ અભિયાનમાં સૌનો સાથ સહકાર મળી રહે એવી આશા વ્યક્ત કરી હતી.

Previous Post Next Post