શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું | Prohibited plastic was seized along with decongesting traffic in the city | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાપર નગરપાલિકાના વહિવટદાર, મામલતદાર અને ઈન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજે એસ.ટી ડેપોથી માલી ચોક સુધીની મુખ્ય બજારમાં દબાણ કરતા રેકડી ધારકો તથા નડતરરૂપ છજા અને ઢાંકવામા આવેલા પડદાઓ દુર કરવામાં આવ્યા હતા, તો 155 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા દ્વારા નડતરરૂપ છજા રેકડી તથા બજારમાં નડતરરૂપ પડદાંઓ કે જે સમગ્ર બજારમાં આવેલ સીસીટીવી કેમેરા ઢાંકી દે છે તે દુર કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ સિવાય એસટી ડેપોથી માલી ચોક ભુતિયા કોઠા, સલારી નાકા સહિતના વિસ્તારમાં દુકાનદારો તગડાં ભાડા વસુલી દુકાન આગળ ટ્રાફિકને નડતરરૂપ લારી ગોઠવી દે છે તે પણ દુર કરવા માટે નગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવે એવી માગ ઉઠી છે. કારણ આ લારીઓના લીધે 108 કે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો બજારમાં જઈ શકતા નથી. પોલીસના વાહનો પણ બજારમા જવા પોલીસ મથકે જવાની જગ્યાએ બાયપાસ કોર્ટે રોડ થઈને જાય છે. જેને લઈ સામાન્ય લોકોને કેવી હાડમારી ભોગવવી પડતી હશે તે પ્રશ્ન છે.

રાપર શહેરમાં નગરપાલિકા પોલીસ મામલતદાર કચેરી તથા આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. રાપર શહેરમાં હજારો કિલો દરરોજ ફેરિયાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક સુરત વાપી વલસાડ અમદાવાદ થી લાવી શાકભાજીના ફેરીયાઓ દુકાનો પર વેચાણ કરી રહ્યા છે. જો આવા ફેરીયાઓ અને જથ્થાબંધ વેચાણ કરતા પ્લાસ્ટિક ના વેપારીઓ સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે રાપર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ બજારમાં છાંયડા ની લહાય મા પડદાં બાંધતાં દુકાનદારો અને લારીવાળાઓ એ કેમેરામાં અને વાયરીંગ મા નુકશાન કર્યું હોય તેવી શક્યતા છે એટલે આગામી દિવસોમાં વહિવટદાર અને ચીફ ઓફિસર તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.