Monday, May 29, 2023

ભાવનગરના મોતીતળાવ વિસ્તારમાં એક દુકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર | A quantity of English liquor seized from a shop in Bhavnagar's Motitalav area, bootlegger absconding | Times Of Ahmedabad

ભાવનગર9 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના સી-ડીવીઝન પોલીસ મથકના ડી-સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મોતીતળાવ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ રેડમાં બુટલેગર પોલીસ ચોપડે ફરાર જાહેર થયો છે.

ગંગાજળીયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના જવાનો પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે કણબીવાડમા ધજાગરાવાળી શેરીમાં રહેતો નિલેશ ઉર્ફે નિલો વિનુ બારૈયા મોતીતળાવ વિસ્તારમાં આવેલી યુ મિલના કંમ્પાઉન પાસે દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી પરપ્રાંતિય બનાવટની અલગ અલગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.27,264 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આ શરાબનો જથ્થો કબ્જે કરી ફરાર થઈ ગયેલા બુટલેગર નિલેશ ઉર્ફે નિલો વિનુ બારૈયા વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.