દેડિયાપાડામાં ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ, સતત એક કલાક સુધી ભારે વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાયા | Rain with strong winds and thunderstorms in Dediapada, continuous heavy rain for an hour caused water puddles everywhere. | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિત આસપાસના આઠથી દશ કી.મી.ના વિસ્તારોમાં આજરોજ સાંજના ભારે ભવન સાથે વાવાઝોડાં સાથે વરસાદ પડતા જાણે કે ચોમાસાનું જ આગમન થયું હોય એવો વાતાવરણ સર્જાયો હતો. જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ રાજપીપળા નગર સહિતના વિસ્તારમાં આજરોજ સવારથી જ આસમાનમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા સહિત આસપાસના વિસ્તારમાં સાંજના ચારેક વાગ્યાના સુમારે આસમાનમાં કાળા વાદળો છવાતાં સુરજદાદા અદ્રશ્ય થયા હતા અને જાણે કે ચોમાસાની ઋતુ જ બેસી ગઈ હોય એમ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ભારે પવન ફુંકાયો હતો. વાવાઝોડાં સાથે વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવન ફુંકાતા દેડિયાપાડામાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા હતા.

દેડીયાપાડા વિસ્તારમાં તો ભારે પવન અને વાવાઝોડાં સાથે વરસાદ ખાબકતા દેડિયાપાડા તરફથી મહારાષ્ટ્ર તરફ જતાં વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી. જેથી તેઓએ તેમના વાહનો રસ્તાની સાઇડ ઉપર ઉભા કરી દીધા હતા અને સલામતિનો માર્ગ અપનાવ્યો હતો.

વરસાદ થતાં ખેડૂતો પણ ભયમાં મુકાયા હતા. જે ખેડૂતોના પાક ખેતરોમાં તૈયાર છે તેવા ખેડુતો માટે આ કમોસમી વરસાદ મુસીબત ઉભી કરી રહ્યો છે. આંબાના પાકોને ભારે પવન ફુંકાતા નુકસાન જવાની ભીતિ ખેડુતોમા સેવાઈ રહી છે.

જોકે ભારે ભવન ફુકાતા અને વરસાદ થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. જેથી ગરમીમાં થોડો રાહત લોકોએ અનુભવી હતી.