ગોંડલ, ધોરાજી, ઉપલેટા પંથકમાં વરસાદ; ક્યાંક છાપરા ઉડ્યા તો ક્યાંય મંડપ ઉડ્યા, ધોરાજી યાર્ડમાં જણસી પલળી | Rainfall in Gondal, Dhoraji, Upleta Panthak; Somewhere the roofs flew off, somewhere the porches flew off, Dhoraji got soaked in the yard. | Times Of Ahmedabad

ગોંડલ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં સતત સાત દિવસથી વાદળછાયું વતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ધોરાજીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ધોરાજી માર્કેટયાર્ડમાં શેડમાં રાખેલી જણસી પલળી, જામકંડોરણાના દુધીવદર ગામે વરસાદી વાવાઝોડાના કારણે સ્મશાનના છાપરા ઉડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ધોરાજી શહેરમાં લગ્નનો મંડપ ધરાશાયી થયો હતો.

ધોરાજી શહેર અને પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં લાલા લજપતારી કોલોનીમાં લગ્ન સમારોહનો મંડપ ધરાશાયી થયો હતો. ભારે પવન સાથે વરસાદના કારણે ધોરાજી માર્કેટ યાર્ડના શેડમાં રાખવામાં આવેલી જણસી પલળી હતી.

જામકંડોરણાના દૂધીવદરમાં ભારે પવન સાથે વરસાદ
કમૌસમી વરસાદના કારણે જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં દૂધીવદર ગામે આવેલ સ્મશાનના છાપરા ઉડ્યાનો વીડિયો સામે આવ્યો હતો.

ઉપલેટા પંથકમાં ભારે પવન સાથે વરસાદ
ઉપલેટા પંથકના મોટીપાનેલી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. વલાસણ, માંડાસણ, હરીયાસણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાના કારણે છાપરા અને નળીયા ઉડ્યા હતા. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઉનાળું પાક ફેલ થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગોંડલ પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ
ગોંડલ પંથકના દેવચડી, ભુણાવા, રિબડા, વાસાવડ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભુણાવાથી શાપર સુધીના હાઇવે પર વરસાદ જોવા મળ્યો હતો. વાહન ચાલકોને વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

أحدث أقدم